________________ ... દ્વિતીય સર્ગ. . . (47) પ્રત્યક્ષ થઈ. દેવીએ કહ્યું કે-“હે મંત્રી ! કાત્સર્ગ પારી લે. તારી વિપત્તિઓ દૂર થઈ ગઈ છે. પ્રાત:કાળે રાજા પિતેજ તારે સત્કાર કરશે, ત્યારે તું જાણશ–તને ખાત્રી થશે.” એમ કહી શાસનદેવી અદશ્ય થઈ, મંત્રીએ ધર્મના માહાભ્યનું ચિંતવન કરી વિસ્મય અને આનંદથી વ્યાપ્ત થઈ કાર્યોત્સર્ગ પાયો. અહીં અંતઃપુરમાં રહેલી મંત્રીની બન્ને પત્નીઓ શીળભંગની શંકાએ અત્યંત ખેદ પામી. તેમને મનાવવા માટે રાજાએ તેમની પાસે દાસીઓ મેકલી. તેઓએ તે બન્નેની પાસે આવીને મીઠે વચને ઘણી ખુશામત કરી, પરંતુ તે બન્નેએ કોપને આટેપ કરીને તેમને તિરસ્કાર કર્યો. તે બન્ને સ્ત્રીઓ સ્વર્ગના વિમાન જેવા મહેલમાં ચિત્રશાળાને વિષે રહી હતી, તોપણ દુઃખને લીધે જાણે પોતે કેદખાનામાં રહેલી હોય તેમ માનતી હતી. તે બન્ને વિચારવા લાગી કે –“જેવું અમને શીળભંગના ભયનું દુઃખ લાગે છે, તેવું પતિપરની આપત્તિનું અને સ્વજનાદિકના વિયોગનું દુઃખ લાગતું નથી. જે રાજા અમારા શીળની મલિનતા કરશે તો અમે કોઈ પણ ઉપાયથી અવશ્ય પ્રાણત્યાગ કરશું. પ્રાણ ત્યાગ કરવો સારે છે, પણ શીળનું ખંડન કરવું સારું નથી. કેમકે પ્રાણ ત્યાગ કરવામાં ક્ષણિક દુઃખ છે અને શીળના ખંડનથી તે નરક ગમન જ થાય છે. અનર્થડે પરાભવ પામેલા સર્વ પ્રાણીઓને રાજા જ શરણરૂપ છે, તે જ જે મર્યાદાને ત્યાગ કરે, તો પછી અમારું રક્ષણ કેનાથી થાય? અથવા તો અમારું અને સર્વ જગતનું પણ રક્ષણ કરનાર ધર્મ જ છે, તેથી કરીને આ વિકટ સંકટની પ્રાપ્ત સમયે તે ધર્મ જ અમારું રક્ષણ કરો.” આ પ્રમાણે વિચાર કરી પ્રતિજ્ઞા કરીને તે બન્ને સ્ત્રીઓ કાયોત્સર્ગ રહી. તે વખતે આકર્ષિત થયેલી પૂર્વોક્ત શાસનદેવીજ તેમની પાસે પણ પ્રત્યક્ષ થઈ. અને “જે પ્રકારે તમારા શીળનો ભંગ ન થાય, તે પ્રમાણે હું કરીશ. તમે કાર્યોત્સર્ગ પારે.” એમ કહી તે દેવી અદશ્ય થઈ.... . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust