________________ ચૌદમો સર્ગ. (555) ભોગ ભેગવનારા પિતાની આજ્ઞાના વશથી તેમને સેપેલા નગર તથા ગામની ઉપજવડે આજીવિકા કરનારા, રાજકુળમાં ઉત્પન્ન થયેલી કન્યાઓનું પાણિગ્રહણ કરનારા, શ્રી જૈનધર્મની ક્રિયામાં અત્યંત ઉદ્યમી, તેજસ્વીઓને પણ પૂજવા લાયક, અન્યાયવાળી ફિયાને નિંદનારા, વિનયવડે શરીરને નમ્ર રાખનારા, મેટા ઉત્સાહને ધારણ કરનારા, મોટા તેજવાળા, માતપિતાની ભક્તિ કરનારા, શુભ કાર્યમાં આસક્ત, સદાચાર ઉપર પ્રીતિવાળા, દેવ ગુરૂ અને સાધમિકની પૂજામાં નિરંતર તત્પર, હસ્તી અશ્વ વિગેરેના સન્યવડે યુક્ત, ભુજબળને ધારણ કરનારા, કેશ વિગેરેની અક્ષય સંપત્તિ વડે અત્યંત સૌભાગ્યવાળા, ઉદારતાવડે પૃથ્વીને અણુ રહિત કરનારા, યવડે પર્વતનો પણ તિરસ્કાર કરનારા, ગંભીરતાવડે સમુદ્રને જીતનારા, સંદર્ય વડે કામદેવને પરાજય કરનારા, ચંદ્રની કાંતિને ઉછેદ કરનારી કીર્તિ વડે પૃથ્વીને ઉજવળ કરનારા, પિતાના સ્વામી (પિતા) ની ભક્તિ કરવામાં તત્પર, સર્વ સેવકોને વિષે વત્સલ ભાવવાળા, કરેલા કામની કદર કરનારા, સ્વાભાવિક બુદ્ધિવડે જ અંગિરાની બુદ્ધિની અવજ્ઞા કરનારા, પ્રભાવાળા, શૂરવીર, યુદ્ધમાં શત્રુપર કૂર સ્વભાવવાળા, આજ્ઞાને સફળ કરનારા, પ્રતાપવડે યુકત, ‘પરિપક્વ બુદ્ધિવાળા, વીરમાં પણ વર, સુંદર લક્ષ્મી (શભા)વાળા, ઉત્તમ સંસ્થાનવાળા, સર્વ શુભ લક્ષણવાળા અને વિશ્વાસુ પરિવારવાળા તે વિશ્વપતિના કુમારો જાણે બીજા કાર્તિકસ્વામી હોય તેવા ઉત્કૃષ્ટ એશ્વર્યવડે શોભતા હતા. પિતૃપાદની પદવીને આશ્રય કરીને રહેલા પુત્રવડે તથા હજારો રાજાવડે પરિવરેલા તે શ્રીજયાનંદ રાજા ઉદય પામેલા સૂર્યની જેવા શુભતા હતા. કેમકે તે રાજા સદા શુચિ (પવિત્ર), જગતના કર્મના સાક્ષીભૂત, પાપનો ક્ષય કરનાર, જડતાનો" નાશ કરનાર, સર્વથા પ્રકારે દોષનો નાશ કરીને રહેનાર, દેદીપ્યમાન ક .1 બ્રહ્માને પુત્ર અને ઇંદ્રને પુરોહિત. 2 ઠરેલી. . - 1 અધિકાર-હોદો. સૂર્યપક્ષે માર્ગ–આકાશ. 2 સૂર્યપક્ષે કિરણો. 3 સૂર્યનું નામ જ છે. 4 સૂર્યપક્ષે અંધકાર. 5 સુર્યપક્ષે ઠંડી. 6 સર્યપક્ષે દેષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust