________________ (548). જયાનંદ કેવળીચરિત્ર, વિચાર કર્યો કે –“અહો ! આ સંસારની સ્થિતિ વિચિત્ર છે ! પ્રાણીઓનું અજ્ઞાન નાશ ન પામે એવું છે! તે અજ્ઞાન આકાશની જેમ અનંતું છે, મેઘની જેમ અતિ ગાઢ છે, પ્રાણીઓને કાળરાત્રીની જેમ મહા ભયને આપનારૂં છે, સર્વ સુખને નાશ કરનારું છે, અત્યંત આપત્તિને ઉત્પન્ન કરનારું છે, મૂર્તિમાન પાપરૂપ છે, સર્વ સન્માર્ગના આચારને ઢાંકી દેવામાં કારણરૂપ છે, તિર્યંચ અને નરક ગતિમાં વર્તતા જીવોની દુર્દશાનું નિમિત્ત છે, સર્વ દુઃખનું ઉત્પત્તિસ્થાન છે, સર્વ પાપને રહેવાનું કદલીગ્રહ છે, સમગ્ર મિથ્યાત્વ અને અતત્વરૂપી લતાને પ્રથમ કંદ છે, સમગ્ર કષાય અને વિષયના ઉલ્લાસરૂપ નદીઓને ઉત્પન્ન કરવામાં પર્વત સમાન છે, સર્વ કર્મનો બંધ કરવામાં અગ્રેસર છે, મનહર સત્ય જ્ઞાનનું ચરનાર છે; વળી તે અજ્ઞાન આ ભવરૂપી નાટકની વિચિત્ર ત્રતા બનાવનાર છે, તેનાથી સચેતન પણ ચિરકાળ સુધી પથ્થરની જેવું અચેતનપાણું પામે છે, પાંચે ઈદ્રિયોને વ્યાપાર અપાર છે તે પણ અજ્ઞાનથી આચ્છાદિત થયેલો જીવ જાણે અનિંદ્રિય હોય તેમ તેનાથી સમ્યક પ્રકારે નિર્વેદ પામવા સમર્થ થતો નથી, તેથી આ અજ્ઞાન સાક્ષાત્ સંવરને ઉત્પન્ન કર્યા વિના જ પ્રાણીઓની તવદષ્ટિને હરનારૂં છે, માટે સત્પરૂએ તે અજ્ઞાનનો દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય છે. મારા કાકાની બુદ્ધિ ઘણું વખાણવા લાયક છે, તો પણ અજ્ઞાનથી તેનું જ્ઞાન હણાઈ ગયું છે, પરંતુ તે નેત્રહીન મનુષ્યની જેમ સન્માર્ગ હાથ નહીં લાગવાથી સંસારમાં શામાટે પરિભ્રમણ કરે? તેથી મારે મારા કાકાને જ્ઞાનરૂપી અમૃતનું અંજન કરવાના પ્રયોગથી તેમના અજ્ઞાનનું હરણ કરી શીધ્રપણે સદશનવાળા કરવા તે ઉચિત છે.” છે. આ પ્રમાણે શ્રી જયાનંદ રાજાએ પોતાના ચિત્તમાં વિચાર કર્યો. પછી પિતાના કાકાને પ્રતિબંધ કરવા માટે તે બુદ્ધિમાનને વિચાર કરતાં તત્કાળ નવીન બુદ્ધિ ઉત્પન્ન થઈ અને મહાવિદ્યાદિકના સાનિધ્યપણાથી તેમના અતિશયનો સમુદ્ર ઉલ્લાસ પામે; એટલે 1 અજ્ઞાનથી અનંતકાળ સુધી નિગોદમાં રહેવું પડતું હેવાથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust