________________ (પર૬) જયાનંદ વળા ચરિત્ર ક્રાંતિવડે જેનાં નેત્ર આચછાદિત થયાં હતાં અને અત્યંત તૃષા લાગવાથી જેને ખેદ પ્રાપ્ત થયો હતો એ તે સૂરદત્ત પણ તે વખતે હર્ષવડે જળ અને આસવના ભેદને જાણતો નહિ હોવાથી પાસે મૂકેલા સુવર્ણના પાત્રમાં તે દાસીઓએ આપેલા તે સ્વાદિષ્ટ આસવનું વારંવાર પાન કરવા લાગ્યો. પછી પાપી મનવાળે તે પુરૂષ તૃતિપૂર્વક તેનું પાન કરીને નિવૃત્ત થયે, એટલે ફરીથી પયંકમાં સુતે, તત્કાળ તેનાં નેત્રો ઘેરાવા લાગ્યાં. તેથી તેણે બીજા સર્વ વ્યાપારનો ત્યાગ કરી દીધો અને જાણે દુષ્ટ સવડે ડસા હોય તેમ તે આસવથી ઉત્પન્ન થયેલા વિષ જેવા મદવડે તે વ્યાપ્ત થઈ ગયી, તેથી તે તત્કાળ મૂછિત થયે, અને જાણે પાપરૂપી તે તેના પર કટાક્ષ નાંખ્યા હોય તેમ તે 'દીર્ઘનિદ્રાની બહેન જેવી ગાઢ નિદ્રાને પામ્યા.. હવે તેને તેવી ગાઢ નિદ્રાએ સુતેલો અને તેથી કરીને મૃતક જે થઈ ગયેલો જોઈને દાસીઓએ નિઃશંકપણે તેનું સર્વ શરીર શોધીને જોયું તો તેના મસ્તક પરના વેણદંડના વાળને વિષે ગેપવેલી એક ઔષધિ મળી આવી. તે ઔષધિને જોઈ દાસીઓ મનમાં હર્ષ પામી અને તેઓએ પોતાની સ્વામિની રતિસુંદરી પાસે જઈ સાચા ભાવથી તેણીને તે એષધિ દેખાડી તથા તે ઔષધિ કેવા ઉપાયથી પ્રાપ્ત થઈ તે વાત માયા કપટરહિતપણે જણાવી. જાણે સાક્ષાત્ લક્ષમી હોય તેવી તે ઓષધિ તેઓએ તેણીના હસ્તકમળમાં મૂકી, એટલે રતિસુંદરી તે ઔષધિને પિતાને કબજે કરી ક્ષણવાર તે ઔષધિની સન્મુખ જઈ રહી. પછી તે ઔષધિને ઓળખતાં તેણુનું મુખકમળ વિસ્મયવડે વિકસ્વર થયું. તેણુએ હદયમાં વિચાર કર્યો કે—“દિવ્ય પ્રભાવના સ્થાનરૂપ આ તેજ મહા ઔષધિ છે કે જે પ્રથમ મારા પતિના હસ્તના મધ્ય ભાગમાં ક્રીડા કરતી હતી. પહેલાં માયાને ઉત્પન્ન કરનારી મારી માતાને શિક્ષા આપવા માટે જે ઔષધિવડે મારા પતિએ તેને શૂકરી બનાવી હતી, તેવાજ સ્વરૂપવાળી, 1 મૃત્યુની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust