________________ (34) જયાનંદ કેવળી ચરિત્ર. સારૂં નથી; કેમકે પ્રાણના નાશથી એક ક્ષણવારજ દુઃખ થાય છે, અને માનના ભંગથી તે હમેશાં દુઃખ થાય છે.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે- પાવાહિતં યદુત્યાય, મૂર્યાનમહિરોતિ સમાનાપમાને, હિનતદરે રનઃ || 8 || જે રજ (ધૂળ) મનુષ્યના પગવડે હણાવાથી ઉડીને મસ્તકપર ચડી જાય છે, તે જ અપમાન પામ્યા છતાં પણ સમતાને ધારણ કરનાર પ્રાણુથી વધારે શ્રેષ્ઠ છે.” અર્થાત્ અપમાન સહન કરનાર મનુષ્ય રજથી પણ હલકે છે. अवन्ध्यकोपस्य निहन्तुरापदां, भवन्ति वश्याः स्वयमेव देहिनः। अमर्षशून्येन जनस्य जन्तुना, न जातहार्देन च विद्विषा दरः // 1 // જેને કોપ સફળ હોય છે અને જે આપત્તિને હણે છે, તેવા પુરૂષને પ્રાણીઓ પિતાની મેળે જ વશ થાય છે, અને જે પ્રાણી ક્રોધ રહિત હોય છે તે કદાચ મિત્ર થયો હોય તો લોક તેનો આદર કરતા નથી, અને જે તે શત્રુ થયો હોય તે લેક તેનાથી ભય પણ પામતા નથી. " - તેથી મારે મારું તેજ બતાવવું એગ્ય છે, પણ પરાભવ સહન કરે તે ચગ્ય નથી, કારણ કે કાદવનું સૈ કઈ પગવડે મર્દન કરે છે, પણ તેજસ્વી અગ્નિનું કાઈપણ મર્દન કરતું નથી. તેજસ્વી અને પરાધી હોય તે પણ સર્વજને તેના જ મુખ સામું જુએ છે, કારણ કે ઘરનો દાહ કર્યા છતાં પણ અગ્નિ કોને ગ્રહણ કરવા લાયક નથી ? (તેને કેણ ગ્રહણ કરતું નથી?) તેથી કદાચ મારી લક્ષમી અને પ્રાણ પણ જાય તે સુખે કરીને જાઓ; પરંતુ કાઈ પણ ઉપાયથી હું આ મંત્રીને અનર્થ તો ઉત્પન્ન કરીશ; કારણ કે ઉપાયથી સમુદ્ર તરી જવાય છે, ઉપાયથી સિંહ અને હાથી બંધાય છે અને ઉપાયથી પર્વત પણ ઓળંગાય છે. ઉપાયથી શું સિદ્ધ થતું નથી ?" આ પ્રમાણે વિચાર કરતે તે પહિત રાજાની રજા લઈ પિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust