________________ (502) જયાનદ કેવળી ચરિત્ર. પિતાની અને પરની જાતિથી ઉત્પન્ન થતાં ભય અને અકાળ મરણ વિગેરે ઘણું દુસહ દુઃખ પ્રાપ્ત થાય છે. દેવગતિમાં પણ ફ્રાગટ બીજાનું દાસપણું, અન્ય દેવથી પરાભવ, ઈર્ષ્યા, ભય, ચવ્યા પછી ગર્ભમાં નિવાસ અને તિર્યંચાદિક દુર્ગતિમા જવું, ઈત્યાદિક દુઃખ રહેલાં છે. જેના પરિણામે અવશ્ય દુઃખ છે તેવાં દેવનાં સુખ પણે શા કામનાં છે? તેમજ મનુષ્ય ભવમાં પણ સાત પ્રકારનાં ભય, અન્યથી પરાભવ, ઇષ્ટ વસ્તુને વિયેગ, અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ, ધન ઉપાર્જનની ચિંતા અને દુષ્ટ પુત્રાદિકની પ્રાપ્તિ એ વિગેરે દુ:ખ હોવાથી ખરેખર મનુષ્યજન્મ પણ નીરસ છે, માત્ર બુદ્ધિમાન પુરૂષને પુણ્યકાર્ય કરવા વડે જ મનુષ્યજન્મ રસવાળો છે. આ પ્રમાણે હે કુશળ પ્રાણું ! ભયને કરનારી ચાર ગતિના દુ:ખની શ્રેણિને શ્રી જિનામથી જાણી ચિરકાળ સુધી હૃદયમાં વિચારીને તેવું કાર્ય કરે કે જેથી ફરીને તેવા દુઃખની શ્રેણિ તમને પ્રાપ્ત ન થાય. જે રાજ્યને વિષે શત્રુઓ થકી પરાભવ પ્રાપ્ત થવો સુલભ છે; નિરંતર વિવિધ પ્રકારે મરણને ભય પ્રાપ્ત થવાનો સંભવ છે, અને સ્ત્રી તથા પુત્રોને વિષે પણ અવિશ્વાસ રહે છે, એ રાજ્યાદિક સર્વ આ ભવમાં પણ દુઃખદાયક છે. તેમજ દંડાદંડી આદિક યુદ્ધ વિગેરેના મોટા આરંભમાં અત્યંત દુર્ગાન થવાથી મોટા પાપકર્મ બંધાય છે, અને તેથી કરીને પરલોકમાં નરકાદિકની અદ્વિતીય વેદના પ્રાપ્ત થાય છે. તો આવા રાજ્યને પામીને કોણ બુદ્ધિમાન પુરૂષ આનંદ પામે ? વળી રાજ્યમાં અનેક પ્રકારનાં કારણે ઉત્પન્ન થવાથી ક્રોધાદિક કષાયો ઉદીરણા પામે છે, અને તે કષાયો રાક્ષસોની જેમ નિરંતર પૂર્વના પુણ્યન ગ્રાસ કરે છે. તથા વેતાલ જેવા પાંચ ઇંદ્રિયોના વિષયો મદથી ઉન્મત્ત થયેલા રાજાના વિવેકને નાશ કરે છે, તેથી આવું રાજ્ય જ ખરેખર નરકરૂપ છે. મૂઢ ચિત્તવાળે રાજા રાજ્યલક્ષમીવડે ગર્વિષ્ઠ બને છે, પરંતુ તેને પરિણામે નરકનું દુ:ખ પ્રાપ્ત થવાનું છે, તેને તે જાણતા નથી, અને આ લોક તથા પરલોકની મહા કષ્ટકારી વિપત્તિઓ પ્રાપ્ત થશે 1 પગાર વિના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust