________________ તેરમે સર્ગ. (40) સર્વેને ચિરકાળ સુધી સુખ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિવાહનું મુહૂર્ત સાંભળીને તેને અંગીકાર કરી તે સર્વ રાજાઓએ તે જેશીએને વસ્ત્ર, અલંકાર અને પુષ્પાદિકવડે સત્કાર કરી વિદાય કર્યા. પછી પોતપોતાના આવાસમાં જઈ વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી તે પુણ્ય દિવસે તે સર્વ કન્યાઓને વિવાહ મહોત્સવ કર્યો. વિદ્યાધરોના આગ્રહથી તે કુમારરાજ તે કન્યાઓને ખેચરચક્રી વિગેરેએ કરેલા મોટા ઉત્સવ પૂર્વક પરણ્યા. કરમચન વખતે તે સર્વ ખેચરરાજાઓએ તે રાજાને અનેક ઉત્તમ હાથી, અશ્વ, રથ અને પત્તિ વિગેરે અનેક મહા દાને આપ્યાં. પછી ખેચરચકી વિગેરેથી સેવાતા તે રાજા મણિમય મહેલમાં અપ્સરાઓ જેવી કે પત્નીઓની સાથે કીડા કરવા લાગ્યા. પરદેશમાં પણ એકલા એવા તે રાજા પ્રાયે અન્યને ઉપકાર કરવાથી આવી મોટી સંપત્તિને પામ્યા. માટે છે પંડિત! તે પરોપકારને જ તમે કરો. આ રીતે મનુષ્ય પૂર્વના સુકૃતના પ્રભાવથી સર્વ ઠેકાણે સર્વ શત્રુઓની વિજયલક્ષ્મીવડે વ્યાપ્ત થઈ પોતે નિરંતર પ્રાપ્ત થયેલા દેવ સદશ સોગના સુખને નિઃશંકપણે ભગવે છે. - ઈતિ શ્રી તપગચ્છ નાયક પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ, પૂજ્ય શ્રી જ્ઞાનસાગર સૂરિ, શ્રી સોમસુંદર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે ચક્રાયુધ વિદ્યાધરચકીને વિજય, ચક્રસુંદરી વિગેરે હજાર કન્યાને વિવાહ વિગેરે પુણ્ય ફળના પ્રગટ અનુભાવના વર્ણનવાળે આ તેરમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust