________________ તેરમે સર્ગ. (47) ની જેવા ખેચરચકીએ કરીને તે રાજા મહારાજાની જેમ શોભતા હતા, દેવડે ઈદ્રની જેમ પવનવેગાદક વિદ્યાધરોવડે યુકત એવા તે રાજા કરેડે જેનાર જનોના નમસ્કાર તથા સ્તુતિને પિતાના હાથવડે અંગીકાર કરતા હતા, વિદ્યાધરની સ્ત્રીઓ મણિ અને મેતીના સમૂહવડે તેમને વધાવતી હતી, તેમજ સુવર્ણ વસ્ત્રાદિકના લું છણાવડે તેમને આનંદ પમાડતી હતી, તે રાજાએ દિવ્ય અલંકાર અને વસ્ત્રો પહેરેલાં હોવાથી વિશ્વને વિષે તે ઉત્તમ શોભાને ધારણ કરતા હતા. . , આ રીતે તે શ્રી જયાનંદ રાજા રાજમાર્ગને ઓળંગી અનુક્રમે ખેચરચકીના મહેલ પાસે આવી પહોંચ્યા એટલે ખેચરચક્રીએ તેમને પોતાના હાથને ટેકો આપે, તે ટેકાવડે રાજાએ હસ્તીપરથી ઉતરી મુખ્ય પરિવાર સહિત હર્ષથી રાજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં કઈ ઠેકાણે નિર્મળ સ્ફટિકમણિની અદશ્ય ભીંતે હતી, કેઈ ઠેકાણે વેર્યમણિનું ભૂમિતળ હોવાથી ધરની શ્રેણિ ઉગી હોય એવી ભ્રાંતિ થતી હતી, કોઈ ઠેકાણે ભૂમિતલ પદ્મરાગમણિવડે બાંધેલું હતું તેથી ત્યાં અગ્નિનો ભ્રમ થતો હતો, અને કોઈ ઠેકાણે મરકતમણિનું બાંધેલું ભૂતળ હતું, તેથી તેની કાંતિવડે જળને ભ્રમ થતું હતું. લક્ષ્મીવડે સૌધર્મ સભાને જીતનાર તે સભાને વિષે આવી વિરમય પામેલા અને ખેચરચકી ઉપર સ્નેહ ધરાવનારા જયાનંદ રાજા મણિમય સિંહાસન પર બેઠા. પાસેના બીજા સિંહાસન પર ગેરવથી તે વિદ્યાધરચકી પણ બેઠા. તે વખતે સૂર્યની પાસે જાણે ચંદ્ર રહ્યો હોય તે તે લાગ્યું. કાર્યને લઈને જાણે સિધર્મ ઈદ્ર અને ઈશાન ઈદ્ર એકઠા થયા હોય તેવા તે બન્ને રાજાને સ્વપરના વિભાગ વિના એકઠા થઈને મળેલા જોઈ અનેક ખેચર અને દેવોએ તેમને નમસ્કાર કર્યા. પછી વિદ્યાધાએ તે રાજાને વિમાન, હાથી, પત્તિ અને અશ્વ વિગેરે વૈતાઢયની સારી સારી વસ્તુઓની ભેટ કરી. વૈતાઢય પર્વત પર રહેલા બીજા સર્વે ખેચર રાજાઓએ પરજને 1 કીનખાબ વગેરે ઝરીયાનનાં વસ્ત્રો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust