________________ - તેરમો સગે. (43) રાજન ! “હું આનાથી જીતાય” એમ ઘારી તમે ખેદ ન પામે; કેમકે આ જ મેં કાકતાલીય ન્યાયથી મેળવ્યો છે એમ હું માનું છું. દેવ, અસુર અને મનુષ્યમાં પણ તમારી જેવો કે સુભટ નથી, કે જે દિવ્ય બળ સહિત મારી સાથે આટલા લાંબા કાળ સુધી યુદ્ધ કરી શકે. સાધન વિગેરે વિશેષ છતાં પણ કઈ વખત કાંઈ પણ વિદ્યાબળ કર્મથી અધિક થઈ શકતું નથી;. તેથી જય કે અન્ય વાસ્તવિક નથી, પરંતુ સર્વ ઈચ્છિત અર્થને આપવામાં સાક્ષીરૂપ પૂર્વ જન્મમાં કરેલે અસામાન્ય (વિશેષ) તપધર્મ જ જય આપવામાં સમર્થ છે. જય, અભ્યદય અને લાભ વિગેરે સર્વ પદાર્થો પ્રાયે કરીને ઉત્કૃષ્ટ પુણ્યશાળીને જ અન્વય અને વ્યતિરેકના આશ્રયથી શુભને કરનારા થાય છે. જય અથવા પરાજય શૂરને વિષે જ સંભવે છે, કાયરને વિષે બેમાંથી એકેને સંભવ નથી. કેમકે સુવર્ણને વિષે જ ન્યાસ (થાપણુ) ને સંભવ છે અને મણિને વિષે જ વેધ (વીંધાવા) ને સંભવ છે; પરંતુ પથ્થરને વિષે તે બન્ને દેતા નથી. અથવા તો કોઈ વાર એકવાર જીતાયપરાભવ પામ્યો, તેથી તે વીરપણાને ત્યાગ કરતો નથી. સિંહની ફાળ એકવાર વ્યર્થ ગઈ હોય તો પણ તે ફરીથી હાથીને હણે જ છે. દેવતાઓએ સમુદ્રનું મંથન કર્યું, તોપણ સમુદ્રને મહિમા હાનિ પામ્યું નથી. દેવેએ મેરૂ પર્વતને રવૈયારૂપ કર્યો હતે, તે પણ મેરૂ સર્વ પર્વતોમાં મેટે જ રહ્યો છે. રાહુએ ગ્રાસ કરીને મુક્ત કરેલો સૂર્ય બીજા જ્યોતિષીઓની કાંતિને હણે જ છે. અમાવાસ્યાએ ચંદ્રના કિરણો લુપ્ત થાય છે, તો પણ તે ચંદ્ર અમૃતવડે દેવને પ્રસન્ન કરે જ છે. ગોધમ હલકી જાતના હોય તોપણ તે બધા ધાન્યમાં ઉત્તમપણું ધારણ કરે જ છે. સાકરની અંદર કાંકરી વિગેરે શલ્ય પઠું હોય તો પણ તે મધુર લાગે જ છે. વૈર્ય મણિ ઘસાયો હોય તો પણ તે કાચરૂપ થતું નથી. હંસ કાદવવડે લેપાયે હોય તે પણ તે કાગડા જેવો શ્યામ થતું નથી. ચક પોતાના ગોત્રને વિષે સમર્થ ન થાય તો પણ તે બીજા શસ્ત્રોની તુલ્ય થતું નથી, અગ્નિ પાણુને બાળવાને શક્તિમાન થતું નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust