________________ * * . રમ સર્ગ.. (41), - પછી પવનવેગે કુમારેદ્રની પાસે જઈ વિજ્ઞપ્તિ કરી કેસ્વામી ! જેમ તમે તમારા શર્યાદિક ગુણે પ્રગટ કર્યા, તેમ તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરે; કેમકે તે સ્વાભાવિક રૂપ જોવા માટે સર્વનાં નેત્ર ઉત્સુક થઈ રહ્યા છે તે સ્વામી! હજુ કયાંસુધી અમને માયાવડે મેહ પમાડશે ?". આ પ્રમાણે તે ખેચરરાજ તથા બીજાઓએ પણ વિનયથી તેમને વિજ્ઞપ્તિ કરી. આવી તેમની પ્રાર્થ નાથી શ્રી જયાનંદ રાજાએ પોતાનું અને પાંચસો સુભટોનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું . . . . . . . . - -: ઈંદ્ર અને કામદેવને પણ ઓળગે એવું તેમનું સ્વાભાવિક રૂપ જેવાને માટે તત્કાળ ભેળા થયેલા કરોડે સુભટોએ હર્ષ, આશ્ચર્ય અને સ્તુતિવડે વ્યાપ્ત થઈ તેમને પ્રણામ કર્યા. તે વખતે હર્ષનાં વાજિત્રે વાગ્યાં, મંગળપાઠકે--મંગળ બોલવા લાગ્યા, અને સદેહને નિરાશ થવાથી ચક્રસુંદરી હર્ષ પામી. . . . . .. : - પછી પવનવેગ વિગેરે વિદ્યાધર રાજાઓની પ્રાર્થનાથી તથા પોતે પણ દયાળુ હોવાથી શ્રી જયાનંદ રાજાએ વિદ્યાવડે તે પંજરેને ભેદી તેની બેડીને છેદી નાંખી તથા “એણે અપરાધ કર્યો છે તેપણું તે મહાપુરૂષ છે, તેથી તે અત્યંત વિડંબનાને લાયક નથી એમ વિચારી તે બેચરચકીને મુક્ત કર્યો. તે ચકી પણ તે રાજનું અભુત રૂપ જોઈ એવું આશ્ચર્ય પામે, કે જેથી એકાંત હર્ષ પ્રાપ્ત થવાથી પરાભવનું દુખ પણ ભૂલી ગયો. પછી રાજાએ તે ખેચરચકીને સિહાસન પર બેસાડ્યો, એટલે પવનવેગ વિગેરે સર્વે વિદ્યાધરરાજાઓએ તે ચક્રીને પ્રણામ કર્યા. તે ચકીનું સર્વ સૈન્ય પિતાના સ્વામીને મુક્ત થયેલા અને સુવર્ણના સિંહાસન પર બેઠેલા જેઈ વાજિંત્રો વગાડવાપૂર્વક અત્યંત હર્ષિત થયા. : " . એ . પછી ચકગાદિક ચક્રીના પુત્રોને અને બીજા પણ હજારે બાંધેલા સુભટને તત્કાળ રાજાએ પિતાની પાસે મંગાવ્યા અને ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશે તેડાવી તેમને મુક્ત કર્યો, તથા શસ્ત્રપ્રહારથી પીડા પામેલા તેમને ઔષધિના જળવડે સજજ કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust