________________ (488) જયાનંદ કેવળી ચરત્ર. પ્રમાણે બીજા સર્વ સુભાને પણ તે રાજાએ ગારૂડી વિદ્યાવડે સપના બંધન રહિત કરી ઓષધિના જળવડે સજજ કયો. આ રીતે તે રાજાએ સ્વ–પરના વિભાગ વિના સર્વ સૈનિકેતને સુખી કયો, તેઓ સર્વે રાજાને પ્રણામ કરી તેના સેવક થઈ તેને ચાતરફ વટાઈ વન્યા. પ્રણામ કરતા એવા યાચકોના સમૂહો ઉચે સ્વર તે રાજાના ગુણ ગાવા લાગ્યા. વૃદ્ધ જનો જય જય શબ્દવર્ડ વાચાળ થઈ તેના પરાક્રમની સ્તુતિ કરવા લાગ્યા, સમીપે રહીન સેવનારા પાંચસે સ્ત્રી સુભટેથી યુકત અને મહા વાજિત્રાના શબ્દ વડે દિશાઓને ગજાવતા તે કુમારેંક હાથી પર આરૂઢ થયા, ખેચરચક્રીને રથમાં સ્થાપન કરી સાથે રાખે, ગાયકો તે રાજાના ગુણ ગાવા લાગ્યા. આ રીતે તે રાજા પિતાને સ્થાનકે ગયા. પછી બીજા વિદ્યાધર રાજાઓને તે સ્ત્રીરૂપ ધારી રાજાએ રજા આપી, એટલે તેઓ તેના ગુણની સ્તુતિવડે મુખને પવિત્ર કરતા પોતપોતાને ઉતારે ગયા. પછી ખેચરચકીને ભોજન કરાવી સદાચાર અને દયાના સ્થાનરૂપ તે રાજાએ સ્નાન અને જિનપૂજા વિગેરે કરી સૈન્ય સહિત પોતે ભોજન કર્યું. મહોત્સવ સહિત વિવિધ પ્રકારના માંગળિક આચારવડે તે દિવસને નિગમન કરી સુખનિદ્રાવડે રાત્ર વ્યતીત કરી. પછી પ્રાત:કાળે મંગળ વાજિત્રના નાદવડે શ્રી જયાનંદ રાજા જાગૃત થઈ પ્રાત:કૃત્ય કરી સિંહાસન પર બેઠા, તે વખતે પવનવેગાદિકે આવી તેમને નમસ્કાર કર્યો. તે સમયે ચકસુંદરીએ આવી પોતાના પિતાના દુઃખથી દુખી થઈ વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી ! હદયમાં દયા લાવીને મારા પિતાને મુકત કરે.” તે સાંભળી રાજાએ કહ્યું કે “મુક્ત કરે છું.” એમ કહી તે કુમારે વજાપંજરમાં રહેલા તે ખેચરચક્રીને ખેચર પાસે ત્યાં મંગાવ્યું. પછી તેને કુમારરાજે કહ્યું કે –“હે મહા ભાગ્યવાન ! તારી જે નામનું ચિન્હ કરવાની ઈચ્છા હતી તે નામના ચિન્હવાળા તે મુગટને અને તે કંકણને મંગાવ, કે જેથી આ સર્વ રાજાઓની સમક્ષ પવનવેગના જમાઈને તથા તેની પુત્રીને તે પહેરામણી તરીકે આપીએ. તેમ કરવાથી તે બનેને વિષે તારે P.P. Ac. Gurmatnasuri M.S. Jun Gun Aaradhak Trust