________________ . તેરમો સર્ગ. . (483) દરિદ્રોના દારિદ્રયની શ્રેણિને હરણ કરે તેવા ભાગ્યશાળી દાતાર પણ અસંખ્ય દેખાય છે, પરંતુ શસ્ત્રોવડે મારા ભુજદંડની ખરજના સમૂહને દૂર કરે અને યુદ્ધમાં રહીને મને યશ કે અપયશ અપાવે એવો કોઈપણ મનુષ્ય કે દેવ ત્રણ જગતમાં દેખાતો નથી. જેમ મૃગોથી સિંહ, સર્ષોથી ગરૂડ, દેવોથી ઈદ્ર, અંધકારથી સૂર્ય, પતંગીઆઓથી અગ્નિ અને દૈત્યથી વિષ્ણુ જીતી શકાતા નથી, તેમ સુભટેથી હું સાધી શકાતું નથી. હે મુગ્ધા ! તું સ્ત્રી થઈને મને પણ રણસંગ્રામમાં જીતવા માટે હિંમત રાખે છે, પરંતુ તું જાણતી નથી કે મારી પાસે ઇંદ્ર પણ તૃણ સમાન છે, તે બીજાઓ તે શી ગણતરીમાં છે? માટે તું અહીંથી જતી રહે, હું તને મૂકી દઉં છું. સ્ત્રીઓનો વધ કરવાથી મારા બળને દૂષણ લાગે છે, છતાં જે તે ઉભી રહીશ, તે મારા વિદ્યાસ્ત્રના અગ્નિમાં તું પતંગીઆરૂપ થઈ જઈશ.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“મેં તને ઘણીવાર પૃથ્વી પર ઢાળી દીધું છે, તે પણ તારી પુત્રીના કહેવાથી મેં તને હર્યો નથી, છતાં તે આવું વચન બોલે છે, તે તારામાં માત્ર વાણીની જ શૂરતા જણાય છે. જે તે સ્ત્રીઓને વધ કરવામાં શક્તિમાન હોય તો કેમ તું તારા બળને દૂષણ લગાડે છે? માટે હવે તું મારી આજ્ઞાને અંગીકાર કરીને અહીંથી ચાલ્યા જા. તને વૃદ્ધને હું દયાથી મૂકી દઉં છું; અથવા તો પ્રથમ છએ દિવસોના યુદ્ધમાં તે સુભટેનું, કુમારનું, શસ્ત્રોનું અને તારી ભુજાનું પણ બળ સાક્ષાત્ જોઈ લીધું છે. હવે હે ચકી! જે કાંઈ વિદ્યાશાસ્ત્રનું બળ બાકી રહ્યું હોય તો તે પણ શીધ્રપણે જોઈ લે, કે જેનાથી તે આ પ્રમાણે ગર્વ કરે છે. આ પૃથ્વી પર ભુજાબળથી પ્રસરતા ગર્વવડે ઉદ્ધત થયેલા હજારો શરવી છે, તથા શત્રુવીરના જીવિતને અને લક્ષ્મીને લુંટી લેનારાં શસ્ત્રો પણ ઘણું છે, પરંતુ જ્યારે હું ધનુષ્યપર બાણ ચઢાવું છું ત્યારે તે શુરાઓ અને શસ્ત્રો સર્વે નિષ્ફળ થાય છે, માત્ર શત્રુઓ પોતાના મુખમાં તૃણ ગ્રહણ કરે છે તે જ એક તેમને હિતકારક થાય છે.” ( આ પ્રમાણેની વાણી સાંભળીને ક્રોધ પામેલા ચકીરાજે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust