________________ ' ' તેરમો સર્ગઃ - (469) સર્વ ઈચ્છા પ્રમાણે આપ્યું. ગાઢ અંધકારને હણતા સૂર્યના કિરણોને જઈ વરે જાણે તેમની સ્પર્ધા કરતા હોય તેમ શત્રુના સમૂહને હણવા ઉત્સુક થયા. પ્રથમની જેમ બને સેનામાં રહેલા યોદ્ધાઓ પોતપોતાના પરાક્રમને નિર્વાહ કરવા માટે સર્વ સામગ્રી સહિત યુદ્ધ કરવા તૈયાર થયા. પછી યુદ્ધ શરૂ થતાં આંતરા રહિત ફે કેલા બાવડે સૂર્ય ઢંકાઈ ગયે, ત્યારે વીરેનાં શસ્ત્રોનાં પરસ્પર સંઘટ્ટથી ઉત્પન્ન થયેલા અનિવડે ઉદ્યોત થયો. તે વખતે પવનવેગાદિક સુભટોએ ખેચરચકવતનું સૈન્ય ભગ્ન કર્યું, એટલે ઈદ્રની જેવા પરાક્રમવાળે મહાબળ વીર સેનાપતિ યુદ્ધ કરવા ઉભે થયે. તે શ્રેષ્ઠ વિરે યુદ્ધમાં કેટલાક શત્રુ યોદ્ધાઓના અને તેમના બાણોના પૃષ્ટ ભાગ જ જોયા, પણ તેમનાં મુખ જોયાં નહીં. તેણે રાજાના સૈન્યના સુભટને બાણેવડે એવા હણ્યા કે જેથી તેઓ જળના નાના તળાવમાં પાડાના પ્રવેશથી પ્લાન થયેલા કમળના સમૂહ જેવા દેખાવા લાગ્યા. તે મહાબળ બીજા સુભટથી અજેય (જીતી ન શકાય તે) છે એમ જાણે શત્રુરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શ્રી જયાનંદ રાજા પોતે જ બાણરૂપી કિરણોની શ્રેણિને ફેંકતા યુદ્ધભૂમિ પર આવ્યા. તેને યુદ્ધની ધૂસરીને વહન કરવામાં અદ્વિતીય ધીર એવા મહાબળે રૂંધ્યા અને પ્રબળ ધનુષ્યનું આસ્ફાલન કરી બાવડે સૈન્ય સહિત તેમને ઢાંકી દીધા. ત્યારે રાજાએ બાણાવળીઓને અકસ્માત ઘાત કરે તેવા તીણ બાણે મૂકી સેના સહિત તે સેનાપતિને અત્યંત વ્યાકુળ કરી દીધું. ભયને આપનારા તે રાજાના બાણ જ્યાં જ્યાં પડતા હતા, ત્યાં ત્યાં તે બાણેની જાણે સ્પર્ધા કરતા હોય તેમ સામાવાળાના દ્ધાઓ પણ પડતા હતા. તે રાજાના બાણના થાતથી ભય પામેલા અને તેથી કરીને જ નાશી જતા એવા વીરેના હાથમાંથી શીધ્રપણે શસ્ત્રો પડી ગયાં અને કેડપરથી વસ્ત્રો પડી ગયાં. જયાનંદ રાજા આ પ્રમાણે શત્રુના સૈન્યને હણવા લાગ્યા, ત્યારે ચકીના પાંચ ઓછા એવા બાર હજાર કુમાર તથા બીજા યોદ્ધાઓ પિતાને વીર પુરૂષમાં અગ્રેસર માનતા, વિવિધ વાહન અને શસ્ત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust