________________ અથવા તે ? બતાવીને મો પરાભવ કરી : "તેરમો સર્ગ. : (467) એક વાર બીજા કોઈએ જય મેળવ્યો અથવા પિતે એક બાળકને છો, તે બાબત ગાઈ બતાવીને ગર્વથી કેમ ગાજે છે એકવાર મારે પરાભવ કરી ગર્વથી અંધ બની તે ચકવેગ પોતે જ શલભના માર્ગને પામ્યા હતા, તેને વેરને લીધે હણવાની ઈચ્છા છતાં મેં તેની ઉપેક્ષા કરી છે, અને બાળને પીડા ઉપજાવવાથી પાપી થયેલા તને હણવા માટે હું આવ્યો છું. શું સિંહ પોતાના બાળકને પીડા કરનાર ભુંડને સહન કરે? અથવા તે આવી યુક્તિપ્રયુકિતથી શુ ફળ છે? શાસ્ત્રને વાદ કરતી વખતે જ યુક્તિપ્રયુકિત સારી ગણાય છે. યુદ્ધમાં તે શસ્ત્ર જ શ્રેષ્ઠ છે, તેથી જો તું સુભટ હોય તે શસ્ત્રને જ ગ્રહણ કર.” આવી તેની વાણુ વડે કોર્ષ પામેલા પ્રચંડ પરાકમવાળા ચડગે તેને બાવડે ઢાંકી દીધું, ત્યારે પવનવેગે પણ તેને બાવડે ઢાંકી દીધું. એ રીતે ચિરકાળ સુધી શરાશરી યુદ્ધ કરીને પવનવેગે ચંડવેગને અત્યંત શ્રમથી વ્યાકુળ કર્યો, અને ત્રિશળવડે તેની છાતીમાં દઢ, પ્રહાર કર્યો. એટલે તે ચંડવેગ મૂચ્છથી પડી ગયે, તેને તત્કાળ પવનવેગ નાગપાશવડે બાંધી વેરને બદલે વળવાથી હર્ષ પામી પોતાના શિબિરમાં લઈ ગયે. . - " અહીં શ્રીયાનંદ રાજાએ ચકગાદિક સાથે યુદ્ધ કરતાં તેમના રથને એકીસાથે ભાંગી નાંખ્યા, એને ઉછળી ઉછળીને તે સર્વેને ધનુષ્યથી મૂકેલા બાવડે પીડિત કર્યો, તથા બાવડે ઝરતા તેમના રૂધિરથી કાદવવાળી થયેલી પૃથ્વી પર તેમને આંટતા કરી દીધા. તે પણ અતિ પરાક્રમને લીધે તેઓ ફરીથી વિદ્યાવડે બનેવેલા બીજા રથ પર આરૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે રાજાએ પણ ફરીથી લીલામાત્રમાં જ તેમને તે જ પ્રમાણે પૃથ્વી પર આળોટતા કર્યા. આ પ્રમાણે અનેકવાર થયું તે પણ કૃપાળુ રાજાએ તેમને હણ્યા નહીં–પ્રાણ રહિત કર્યા નહીં. તે જોઈ દેવતાઓ તેમની દયા અને તેમના સાહસની પ્રશંસા કરવા લાગ્યા. છેવટે રાજાએ તે ત્રણે ભાઈઓને એકીસાથે નાગપાશવંડે બાંધી લીધા. “ગરૂડની સાથે સર્પો કેટલા વખતસુધી યુદ્ધ કરી શકે? પછી રાજાની આજ્ઞાથી ચંદ્રગતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust