________________ તેરમો સગ . (459) જાણુ સૂર્ય જાણે ભય પામ્યા હોય તેમ પાશ્ચમ સમુદ્રમાં છુપાઈ ગયે. પુત્ર અને સુભટોના બંધનથી સૈન્ય સહિત ખેચરચક્રવર્તી સૂર્યો નષ્ટ ક્ય છે કિરણ જેના એવા ચંદ્રની જેમ કાંતિ રહિત થયે. કાવ્યને વિષે બાંધવા (રચવા) લાયક અર્થ બંધાવાથી (રચાવાથી) જેમ કવિ ખુશી થાય, તેમ ઘણું વેરીએ બંધાવાથી કુમારરાજનું સૈન્ય હર્ષ પામ્યું. - ઈતિ શ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે ખેચર ચક્રવતી અને શ્રીજયાનંદ રાજાના યુદ્ધના અધિકારમાં ત્રીજા દિવસના યુદ્ધને વિસ્તાર પૂર્ણ થયે. . . . . :: ચેાથો દિવસ. . .' હવે સુભટોએ નિદ્રારૂપી અભિસારિકાને બે ત્રણ પ્રહર સુધી ભગવી સૂર્યોદયને સમય થતાં તેને વિદાય કરી, તેથી તે તત્કાળ ચાલી ગઈ. યુદ્ધમાં મરાતા સુભટવડે પોતાના પુત્રને યમરાજને) તૃપ્ત કરવા માટે યમરાજના પિતાએ (સૂર્યો) યુદ્ધના આરંભને અટકાવનાર અંધકારને દૂર કર્યો. ઉદય પામતા કિરવડે સૂર્યની જેમ બન્ને સેનામાં સુભટોન: સમૂહ યુદ્ધના ઉત્સાહ વડે દેદીપ્યમાન થયે. સમગ્ર સામગ્રીવડે દેદીપ્યમાન, ઉત્કટ તેજવાળી અને દઢ બળવાળા બન્ને સેન્ચે યુદ્ધ કરવા માટે રણભૂમિમાં પ્રાપ્ત થયા. પત્ર(વાહન) વાળા અને ફળ (ઢાલ)ના સમૂહને ધારણ કરતા શૂરવીરેના સમૂહથી પત્રિએ (બાણ) અને વૃક્ષોથી પતત્રિએ (પક્ષિઓ ) ઉડવા લાગ્યા. પરસ્પર મૂકેલા બાવડે ઘાયલ થયેલા અને તેથી રૂધિર નીકળવાવડે. રાતા થયેલા વીરે ફૂલેલા કિંશુક (કેસુડા) નાં વૃક્ષની તુલ્યતાને પામ્યા. ચોતરફ વીરેએ મૂકેલા બાણે આકાશમાં પરસ્પર અથડાવા લાગ્યા, તેથી જાણે પાંખોવાળા સર્પો તુંડાતુંડી કરતા હોય તેવા દેખાતા હતા. ખડોવડે એકી સાથે છેડાયેલા કેટલાક વિરેનાં મસ્તકે આકાશમાં ઉછળ્યાં. તે જાણે કે રાહુની જેમ દંતાદંતી કરતા હોય તેવાં દેખાતા 1 રખાયત પતિની પાસે પિતાની મેળે જનારી સ્ત્રી. 1 વૃક્ષના પક્ષમાં પાંદડાં. 2 પક્ષે ફળે, 3 સામ સામા મુખવડે યુદ્ધ. 4 દાંત દાંતવહે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust