________________ તેરમો સર્ગ. (439) ગયેલા રથના અવયવડે તે રણભૂમિ જાણે પુષ્પને સમૂહ રચ્યો હોય અને હાથીના કુંભસ્થળમાંથી ઉડેલા મોતીના સાથિયા પૂર્યા હોય તેવી શોભતી હતી. યુદ્ધનું કૌતુક જેવા માટે વ્યંતરાદિક દેવો આકાશમાં એકઠા થયા હતા, તેઓ રણસંગ્રામમાં પરાક્રમ કરનારા વીરેની સ્તુતિ કરવાવડે વાચાળ થઈ ચોતરફ ભમતા હતા. વૃદ્ધિ પામેલા યુદ્ધને જોઈ આનંદ પામેલા ક્ષેત્રપાળ મોટા ચિત્કાર શબ્દવડે આકાશને ભરી દઈ તથા પ્રચંડ ભુજદંડને ઉંચા કરી નૃત્ય કરવા લાગ્યા. શાકિની, ડાકિની અને કાકિની વિગેરે દેવીઓ વિકસ્વર હાસ્ય કરી, કૈ,કથી ઉતાવળી થઈ તથા કીડાવડે કિલકિલ શબ્દ કરી નૃત્ય કરવા લાગી. વિચિત્ર રૂપવાળી યોગિનીઓ હર્ષથી કેતુકવડે વિકસ્વર નેત્ર કરી ઉચેથી હાથની તાળીઓ પાડતી રાસડા લેવા. લાગી. રાક્ષસી સહિત રાક્ષસો ભજનની પ્રાપ્તિના હર્ષથી ભયંકર અટ્ટહાસ્યના સમૂહવડે પર્વત અને આકાશના તટને ફેડી નાંખી ચોતરફ ફરવા લાગ્યા. માંસ અને રૂધિરની ગૃદ્ધિવાળા ગીધ પક્ષીઓ દાનશાળાની જેમ વીરેને પ્રદક્ષિણા દેતા ચેતરફ ભમવા લાગ્યા અને સુભટના જયને વિષે આશ્ચર્યથી વિકસ્વર થયેલા દેવ હર્ષવડે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને વિવિધ વાજિંત્ર વગાડવા લાગ્યા. - હવે દયાના સમુદ્રરૂપ કુમારરાજે શસ્ત્રની પીડા દૂર કરવા માટે પ્રથમથી જ જે વિદ્યાધરીને હુકમ કર્યો હતો, તેઓ તે વખતે રણભૂમિમાં ચોતરફ ભમીને બન્ને સૈન્યમાં શસ્ત્રવડે શલ્યવાળા થયેલા સુભટોને અને અધાદિક તિર્યંચને પણ કુમારે આપેલા ઓષધના જળવડે સજ કરવા લાગ્યા. પડી ગયેલા તે વીરો અને તિર્યો તત્કાળ સજ્જ થઈ ગયા, એટલે તેઓ બમણું ઉત્સાહવાળા થઈને ફરીથી યુદ્ધ કરવા લાગ્યા. “ભવ ભવને વિષે ક્રોધ અભિમાન વિગેરે જે દોષોને અભ્યાસ આ જીવે કરેલ છે, તે દોષ પ્રાયે કરીને પ્રાણાતે પણ વિરામ પામતા નથી, તેથી આ સંસારને જ ધિક્કાર છે. તેઓ યુદ્ધને વિષે જે સાહસ કરે છે, તે તે સર્વ પ્રાણુઓમાં સુલભ છે; પરંતુ તે જ સાહસ જે અરિહંતના ધર્મને વિષે કરતા હોય તે કર્મ શું હિસાબમાં અને ભવ પણ શું હિસાબમાં છે?” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust