________________ તેરમો સર્ગ. , (435) વીંટાયેલા કુમાર ગજદંત વિગેરે પર્વતોથી યુક્ત અને ભદ્રશાળ વનવડે ચોતરફથી વીંટાયેલા મેરૂપર્વતની જેમ શોભવા લાગ્યા. - હવે આ તરફ ખેચર ચક્રવતી ચકાયુધે વિધિ પ્રમાણે શ્રી જિનેશ્વરની પૂજા, નમસ્કાર અને સ્તુતિ કરી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર્યું. પછી તેણે મણિઓવડે દેદીપ્યમાન ટેપ અને બખ્તર શરીરપર ધારણ કર્યા, તેથી તે તારાઓથી વીંટાયેલા અને રાહુની છાયામાં રહેલા ચંદ્રની જે જણાવા લાગ્યું. પછી બન્ને બાજુએ ભાથાવડે શોભતા અને હાથમાં ધનુષ્યને ધારણ કરતા તે યુદ્ધને માટે સજજ કરેલા વેત હાથી પર ઈંદ્રની જેમ આરૂઢ થયે. મધ્યે રહેલા મહા જંબવૃક્ષની ફરતા વલયાકારે રહેલા બીજાં જંબવૃક્ષની જેમ તે ચકીને બખ્તરવાળા અને ઘણા વાહનપર આરૂઢ થયેલા તેના સર્વે કુમારે એ વીંટી લીધો. હજારે કુમારોવડે, લાખો વવડે અને યુદ્ધ માટે સજજ થયેલા ચતુરંગ સૈન્યવડે વીંટાયેલે તે ચકી હાથી અને અશ્વાદિક રૂપ જળતંતુ તથા તરંગોથી વ્યાપ્ત થઈને લવણ સમુદ્રવડે વીંટાયેલા જંબુદ્વીપની મધ્યમાં રહેલા મેરૂપર્વતની જેવો શોભવા લાગે. ( આ પ્રમાણે યુદ્ધમાં સજજ થયેલા કુમારરાજ અને ખેચરરાજ પિતપોતાના સન્યની મધ્યે રહેલા હતા, તેથી તેઓ વનથી વીંટાયેલા ધાતકીખંડના બને મેરૂપર્વતની જેવા શોભતા હતા. તે બને કલ્પવૃક્ષની જેમ યાચકોને ઇચ્છિત દાન આપતા હતા, સૂર્યની જેમ સર્વ તેજસ્વીઓનાં તેજને નાશ કરતા હતા, કલ્પાંત કાળના સૂર્યની જેમ તેમની મહા ઉગ્ર મૂતિઓને કેઈ જોઈ શકતું નહોતું. તેઓ દૂરથી પણ પોતાના સુભટોને નેહયુક્ત દષ્ટિવડે જોતા હતા; સિંહની જેમ મહા બળવાન તે બન્ને, શત્રુના સુભટને તૃણ સમાન ગણતા હતા, અને ઉલ્કાપાત જેવી મહા ભયંકર કાંતિવાળી દષ્ટિને શત્રુઓ ઉપર નાંખતા હતા. ત્યારપછી છત્ર ચામર સહિત પોતપોતાના સૈન્ય મધ્યે રહેલા કુમારરાજ અને ખેચરરાજ એ બન્ને એક બીજાની સન્મુખ ચાલ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust