SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમો સર્ગ. (૪ર૯) ઓની સલાહથી પવનવેગના પુત્ર વજગને સેનાપતિ તરિકે સ્થાપન કયે. હવે બન્ને સૈન્યમાં ધીર પુરૂષ પ્રથમ શસ્ત્રપૂજાના ઉત્સાદિકવડે અને પછી શસ્ત્રધારી પુરૂષની કથાદિકવડે શસ્ત્રજાગરિકા કરવા લાગ્યા; કેમકે યુદ્ધમાં જય મેળવવાના સર્વ સાધનને વિષે શસ્ત્રો જ મુખ્યતાને ધારણ કરે છે, તેથી વીર પુરૂષાએ પ્રથમ પાટલા ઉપર ચકાદિક શસ્ત્રો મૂક્યાં. તે આ પ્રમાણે.–ચક 1, ખ 2, ધનુષ્ય 3, વજા 4, ત્રિશૂળ પ, કુંત 6, તોમર 7, મક્ષિકા 8, પરશુ 9, શકિત 10, ભડત્માલ 11, ભાલા 12, ફ્યુરિકા 13, મૂશળ 14, સીર 15, તરવાર 16, ગદા 17, ઘન 18, મુષ્ટિ 19, પક્રિશ 20, ફેટ 21, મુલ્ગર 22, કપાલિકા 23, કણપ 24, કંપન 25, પાશ 26, ગુલિકા 27, લુંટ 28, શંકુ 29, ગ્રહ 30, ફણ 31, કુદ્દાલ 32, કર્તરી 33, કરપત્ર 34, બસ 35, અને યષ્ટિ 36. આ છત્રીશ જાતિના શસ્ત્રોને દેવની જેમ ભક્તિથી સુભટોએ શુદ્ધ જળવડે સ્નાન કરાવ્યું. પછી સુગંધી ચંદનનું વિલેપન કરી, મનેહર પુપિવડે પૂજા કરી, તેમની પાસે ધુપ ઉખેવી, વાજિત્રના મધુર ધ્યાનપૂર્વક ગીત અને નાટ્ય કર્યું. પછી બખ્તર, મસ્તકના ટોપ, પત્તિ, હસ્તી, રથ, અશ્વ તથા વ્યાધ્રાદિક વાહનોના સંસ્કારાદિક કરવામાં સમગ્ર રાત્રી વ્યતીત કરી. ત્યારપછી યુદ્ધના કેતુકને ઈચ્છતા શૂરવીર મિત્રોને જોવા તથા તેમને પ્રસન્ન કરવા માટે સૂર (સૂર્ય) ઉદયાચળ પર્વતના શિખર પર આવ્યા, તે વખતે બન્ને સન્યામાં ભેરી 1, મર્દલ 2, કંસાલ ૩,મૃદંગ૪, તલિમ 5, ભંભા 6, ઢક્કા 7, હુડુક્ક 8, ઝલ્લરી 9, શંખ 10, કાહલ 11, પટહ 12, ખરમુખી 13, ભુંગળ 14, મરક 15, કરટ 16, પાનક 17, અને ભાનક 18 વિગેરે તથા ચંબક 19, બઈરી 20, અને નિ:સ્વાન 21 વિગેરે અનેક પ્રકારના રણવાજિંત્રો વાગવા લાગ્યા. મેરૂ પર્વતથી ક્ષેભ પામેલા સમુદ્રના જાણે નાદ હોય એવા બંને સૈન્યના નાદવડે કંપાયમાન થયેલા શેષનાગે પોતાના પૃષ્ઠ પર મહાકષ્ટ કરીને પૃથ્વીને ધારણ કરી. તે વખતે સર્વ દિશાઓ ગાજી ઉઠી, પર્વતની ગુફાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy