________________ (36) જયાનંદ કેવળા ચરિત્ર. તેને લગતી ક્રિયા કરી બતાવવી તે જ યોગ્ય છે, કે જેથી તેમાં કાંઈ પણ સંશય રહે નહીં.” : - આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તે કેશલ પણ રાજાદિક સહિત હાથી પાસે જઈ મનમાં હસ્તીના સ્તંભનને મંત્ર ભણીને અને પ્રગટપણે સ્વામીની આજ્ઞા આપીને તેને ખંભિત કર્યો. તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ કોશલને કહ્યું કે –“તારી લાવેલી અમૂલ્ય ધૂળ જેવી મારી પાસે કોઈ પણ દિવ્ય વસ્તુ નથી, કે જે હું તને આપું.” એમ કહી તેના રાજાને લાયક એવા ભેટણ સહિત તેજ હાથી તેને આપે અને વસ્ત્ર તથા અલંકારાદિવડે પરિવાર સહિત તેને સત્કાર કરી રાજાએ તેને રજા આપી, એટલે તે ત્યાંથી ચાલી અનુક્રમે સિદ્ધપુર નગરની સમીપે આવી પહોંચ્યો. તે વખતે ચર પુરૂષે દ્વારા તે વૃત્તાંત જાણું ધૂળનું ભેટશું આપવાથી ભય પામેલા મંત્રીઓએ તેની સન્મુખ આવી તેની અત્યંત ક્ષમા માગી તેને પ્રસન્ન કર્યો અને પોતાનો અપરાધ કેઈને નહીં કહેવા કબૂલ કરાવ્યું. પછી તે હાથી વિગેરે ભેંટણું આગળ કરી કેશલે રાજા પાસે આવીને તેને નમન કર્યું. રાજાએ પણ હર્ષ પામી તેને સ્વાગતાદિક પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે–“આપના મહિમાથી મારું ક્ષેમકુશળ છે. એમ કહી તેણે સર્વ વૃત્તાંત કહ્યો. માત્ર ધુળની હકિકત ગોપવી રાખી. તે મોટા અને ઉત્કટ રાજાની સાથે સંધિ કરી અને આવું ઉંચું ભેટછું લાવ્યો એ વિગેરે અસંભવિત કાર્ય તેણે કર્યું તેથી રાજા વિસ્મય અને આનંદથી વ્યાપ્ત છે, એટલે તેને એક દેશ આપવા તૈયાર થયે; પરંતુ લક્ષ્મીવંતમાં શ્રેષ્ઠ એવા કેશલે પાંચમા અણુવ્રતમાં પરિગ્રહનું પ્રમાણ કરેલું હોવાથી તે ગ્રહણ કર્યો નહીં. પછી રાજાએ સત્કાર કરેલ મંત્રીઓમાં અગ્રેસર કેશલ પોતાને ઘેર ગયો. રાજા તેને ઘેર ઘણું ધાન્ય અને વૃત વિગેરે માલવા લાગ્યો. કૈશલે ધૂળની વાર્તા છુપાવી હતી, તે પણ રાજાએ કેઈકની પાસેથી તે વાત સાંભળી. “દુર્ગધી વસ્તુની જેમ પાપ છાનું રહેતું નથી.” શક્તિરૂપ પદાર્થ, એ વાચ છે અને આજ્ઞા શક્તિ એ શબ્દ વાચક છે. તે બનેને યોગ થતાં આ હાથીના સ્તંભરૂપ કિયા થવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust