________________ તા. આ સાપ, ભોગી, પરાભ બારમે સગે. ( 389) જા, તે પણ ભાગ્ય વિના ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે નહીં. ત્યાર પછી ચિંતાતુર એવો હું એકદા મારા નગરના ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં મેં એક જ્ઞાની ચારણમુનિને જોયા. તેથી હર્ષ પામી ચિત્તના ઉલ્લાસપૂર્વક પરિવાર સહિત હું તેમને નમન કરી ગ્ય સ્થાને બેઠે. ત્યારે તે મુનિએ મને આશીર્વાદ આપવાપૂર્વક આ પ્રમાણે ધર્મોપદેશ આપે–“હે ભવ્યજી ! વીતરાગ (જિને ધર) દેવ, ચારિત્રવંત ગુરૂ, તેમને કહેજો દયાદિકથી પવિત્ર થયેલો. ધર્મ, વિનયવંત પુત્ર, પ્રેમવાળો પરિવાર અને મનને અનુકૂળ પત્નીઓ આ સર્વ પુણ્યના વેગથી જ પ્રાપ્ત થાય છે તથા નીચ કુળમાં જન્મ, દરિદ્વીપણું દુર્ભાગીપણું, વ્યાધિને સમૂહ, ખરાબ કુટુંબને યોગ, કઠોર વાણી, અન્યથી વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટને વિયોગ-આ પાપવૃક્ષનાં ફળ છે તેથી ડાહ્યા પુરૂએ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ માટે અને અનિષ્ટ વસ્તુના વિયેગ માટે પાપને ત્યાગ કરી જૈનધર્મને વિષે નિરંતર પ્રીતિ કરવી.” આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી મેં કહ્યું કે-“હે પૂજ્ય ! પત્નીના વિયોગની પીડાને લીધે મારા ચિત્તમાં સ્વસ્થતા નથી, અને સ્વસ્થતા વિના ધર્મ કરી શકાતો નથી, તેથી જ્ઞાની ! પ્રસન્ન થઈને કહે કે મારી પ્રિયા કેણે અને શા માટે હરણ કરી છે? તે ક્યાં છે? તેણીને હું પામીશ કે નહીં? મારી પુત્રીને લાયક કર્યો વર છે? તથા તમને જોઈને મારું મન કેમ હર્ષથી ઉલ્લાસ પામે છે? ઇત્યાદિ સર્વ વૃત્તાંત કહે. મારા ભાગ્યથી જ તમે અહીં પ્રાપ્ત થયા છે.” ત્યારે મુનિ બોલ્યા કે-“હે ભદ્ર! આપણું પૂર્વભવ વિગેરેને વૃત્તાંત તું સાંભળ. તે સાંભળવાથી જે તે પૂછયું તે સર્વ કારણ સહિત તારા જાણવામાં આવશે– આજ ભરતક્ષેત્રમાં સિદ્ધપુર નામના નગરમાં જૈનધર્મમાં આસક્ત પર્ણભદ્ર નામનો ધનિક શ્રેણી રહેતું હતું. તેને કેશલ અને દેશલ નામના બે પુત્રો હતા. તેઓ બાલ્યાવસ્થાથી જ જૈનધમી અને સમ્યકત્વ તથા વ્રતવડે શોભિત હતા. તેજ નગરમાં શ્રાવકના ગુણોથી અલંકૃત એક ગુણદત્ત નામે શ્રેણી વસતે હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust