________________ (384) જયાનંદ કેવળા ચરિત્ર. તો આ મનુષ્યમાત્રનું શિયળ મારી પાસે કયા હિસાબમાં છે?” આ પ્રમાણે તેમને આશ્વાસન આપવાપૂર્વક વિદાય કરી તે કામાક્ષી જ્યાનંદ રાજા પાસે ગઈ અને વિશ્વને મેહ પમાડનાર પોતાનું દિવ્ય રૂપે પ્રગટ કરી યેગિનીની જેમ કામને જાગ્રત કરનાર અનેક ચેષ્ટાઓ કરી ભેગની પ્રાર્થના કરતી તેણીએ આખી રાત્રી તેને ક્ષોભ પમાડવા પ્રયાસ કર્યો, પરંતુ શિયળરૂપી અમૃતનું ભોજન કરનાર તે રાજાએ ઉચ્છિષ્ટ (એંઠા) જનની જેમ તેની ઈચ્છા પણ કરી નહીં. “શું જિનેશ્વરનાં વચનથી ભાવિત થયેલા સંપુરૂષે પરસ્ત્રી પર રાગ કરે ?" છેવટે તે કામાક્ષી અત્યંત ખેદ પામી, એટલે તેના શિયળથી ચમત્કાર પામીને પ્રાત:કાળે તેના પર તુષ્ટમાન થઈ તેની સ્તુતિ કરવાપૂર્વક તેને વજા જેવો લહનો મુદ્દગર આપે. તેમજ અખુટ તીરવાળાં બે ભાથાં, વજપૃષ્ઠ નામનું ધનુષ્ય અને આગ્નેય-નાગપાશ વિગેરે અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં. તથા સર્વ અંગે સુખ કારક સ્પર્શ આપનાર, ભાંગી ન શકે તે, અનશ્વર (નાશ ન પામે તે) નિરંતર પ્રકાશવાળો અને ગ્લાનિ ન પામે (ઝાંખે ન થાય) તે નેપથ્ય (વેષ) આપે, તે વેષ પહેરવાથી ટાઢ, તડકે, પાણું, અગ્નિને દાહ, વ્રણ, કોઢ, ખરજવું અને વર વિગેરે કાંઈ પણ થતું નથી. તથા મરકી વિગેરે ઉપદ્રવનો નાશ કરનાર મુગટ, જવરને નાશ કરનાર બે કુંડળ, કુષ્ટાદિક વ્યાધિને નાશ કરનાર કંઠાભરણ, વિષને નાશ કરનાર મુદ્રા (વીંટી), શાકિની અને વ્યંતરાદિકના દેષને હરણ કરનાર બે કેયૂર (બાજુબંધ), ઘાતાદિકના ત્રણની પીડાને હરનાર માણિક્યનાં કડાં, સર્વને વશ કરનાર હાર અને રાજ્યતંત્રાદિકની વ્યવસ્થા કરનાર કટિસૂત્ર આ પ્રમાણે અનેક પ્રકારનાં પ્રભાવવાળાં સર્વ અંગનાં આભરણે આપ્યાં. “તુષ્ટમાન થયેલા દે શું ન આપે?” દેવની પ્રસન્નતા શિયળથી જ થાય છે. આ પ્રમાણે અલંકારે આપીને રાજાએ આપેલી અર્યાદિક પૂજા ગ્રહણ કરી તે કામાક્ષી અદશ્ય થઈ અને ગિનીઓ પાસે જઈ બેલી કે–“હે યોગિનીઓ! મેં ઘણે ઉપક્રમ કર્યો, પણ જેમ વાયુ પર્વતને ચલાયમાન કરી ન શકે તેમ હું તેને શિયળથી ચલાવવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust