________________ (380) જયાનંદ કેવળા ચરિત્ર અમ અંગ સુગંધે મહમહે, દિસિં પરિમલ તેહતણે પસરે; નવ પઉમિણી માલતી કેવડી, હિમ વાલુઅ મૃગમદ બેવડી. 5. ઈમ ગાઇ, અમ પાયે નેઉર રણુઝણે, કરે કંચન કંકણ રણરણે; ઉર મોતી હારે લહલહે, તમ દેખી હયડાં ગહગહે. 6. ઈમ ગાવ. અમ કોને કુંડલ ઝળહળે, તણુ મનમથ કંડું ભલહલે અમ માથે ઝબકે રાખડી, ગલે ઝબકતી માણિક પદકડી, 7. ઈમ ગા. અતિ સહતિ નિલવટિ તિલડી, મણિ મેહલિ મેહે કટિતટી; ભૂજ અંગદ જુઅલિ મણિજડી, અમ સાંભળપિઉડા વાતડી. 8. ઇમગા. ઉતકંઠે આવી વહેલડી, ઘણે લાડે પ્રેમે ઘેલડી; રંગે નાચું લડત બાંહડી, તુમ કરિશ હું હાથે છાંહડી. 9. ઈમ ગા). અમે કંથ તુમારી દાસી, સિખિહિંસું તમ વિસાખડી, તુમ લેવું આણ ન લીહડી, ઉર ધરીશ હું તારી સીખડી. 10. ઈમ ગા. અમ સામું જેને સામીઆ, પૂરવ પુણ્ય અમે તુમ પામીઆ અમે દેવીઓ હંસગારિણી, તુમ પાસે આવી કામિણ. 11. ઈમ ગાળ. ઉઠ ઉઠ ને કંથ કરી કૃપા, અમે પરણી તુમને હવે નહિ તૃપા અમે તેવડી તેવડી બેનડી, સવિ એકમની સવિ નાનડી. 12. ઈમગાટ. અમે કાલ વિલંબણ નવિ સહું, તુજ આગળ એ પરમાર્થ કહું; અમ જીવનને ધરી હાથડા, કર તેડીને આપણ સાથડા. 13. ઈમ ગાવ. સુરસુંદરિ ચંગ સભાગિણ, કંથ કાંય ઉવેખે રાગિણું; અમે જીવીએ શરણે તુજતણે, હવે પડિવજ જોઈશું ઈમ ભણે. 14. ઈમ ગા. (આ ભાષાગીત માત્ર કેતુકથી સારા સ્વર ( કંઠ ) વાળા કેતુકી જનના હિતને માટે, રાજાના શીલગુણનું દઢપણું જણાવવા માટે તથા જેનધર્મની દીપ્તિને માટે રચ્યું છે. સભા જોઈને જ આ ગીત ગાવા (કહેવા) યોગ્ય છે. ડાહ્યા પુરૂષે સર્વ ઠેકાણે જેમ તેમ ગાવા લાયક નથી. આ ગીતમાં વસંતાદિક રાગે અને વિચિત્ર ઢાળે છે.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust