SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યાએ સર્ગ. (367) કરનારા ખેલ કરવા લાગ્યા, મશ્કરા લેક હાસ્યકળાની ક્રીડા કરવા લાગ્યા અને લક્ષમીને ક્રીડા કરવાના સ્થાનરૂપ મલ લોકો પરસ્પર મળીને કુસ્તી કરવા લાગ્યા. તે વખતે યુવાન પુરૂષ સ્વાદ કરવા લાયક તાંબૂળ વિગેરે સ્વાદ્ય વસ્તુને સ્વાદ લેતા હતા, મદિરાદિકનું પાન કરતા હતા, મનહર રીતે કૂદતા હતા, અને વિષયકીડામાં લીન થતા હતા. કેટલાક વિષયસેવનથી શ્રમિત થઈ પત્નીઓ સહિત નિશ્ચિતપણે સુખનિદ્રાએ કરીને કીડાગ્રહમાં સુતા હતા અને કેટલાક કદલીગૃહમાં સુતા હતા. પ્રિયા સહિત કેટલાક યુવાન પુરૂષ પતાના રૂપવડે કામદેવને જીતી જાણે તેના આયુધ લઈ લીધા હોય તેમ પહેરેલા પુષ્પોના અલંકારવડે શોભતા હતા, કેટલાક યુવાન પુરૂષો સમાન રૂપને લીધે મિત્રરૂપ થયેલા કામદેવને ભેટ કરવા માટે દરેક વૃક્ષેપરથી પુપોને ચુંટતા હતા. કેટલીક યુવતીઓ “આ પુષ્પો વડે કામદેવ અમને અકાળે ન હણો” એમ ધારી દરેક લતાનાં પુષ્પોને ગેડી નાંખતી હતી. કેટલીક સ્ત્રીઓના સ્તનપર પતિએ પુષ્પની માળાઓ નાંખી હતી, તે જાણે કે તેના હૃદયમાં પ્રવેશ કરતા કામદેવે પિતાના શસ્ત્રો બહાર મૂકયાં હોય તેવી શોભતી હતી. આવે અવસરે પુષ્પનું ઘર કરનારી દાસીઓએ કેળના સ્તભવાળું એક મનહર પુષ્પગ્રહ બનાવ્યું. તેમાં પુષ્પમય આસન પર વિવિધ પ્રકારના પુપોના અલંકારવડે સર્વ અંગે અલંકૃત કરાયેલ તે કુમારરાજ બેઠે. તે વખતે જાણે બીજી મૂર્તિને પામેલે સાક્ષાત કામદેવ હાય તેમ તે શોભવા લાગ્યા. ત્રણે પ્રિયાઓએ નાટયકળા, ગીતકળા અને નાદકળાના નવા નવા રસવડે અતિ રંજન કરાયેલે તે કુમાર કેટલેક સમય ત્યાં બેઠે, અને નંદનવનમાં ઈંદ્રની જેમ અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે વિવિધ પ્રકારના કીડારસવડે બીજી પણ ક્રીડા કરી. પછી તે કુમારરાજ કમલિનીના પરાગવડે સુગંધી અને પીળા થયેલા જળવાળા ક્રિીડાસરેવરમાં જળક્રીડા કરવા ગયે. ત્યાં પ્રિયાઓને સુવર્ણની પીચકારીના જળવડે સિંચન કરતાં છતાં અને કમળ વડે ઢાંકી દેતા છતાં પણ કુમારે તેમને કામ પતાપવાળી કરી એ આશ્ચર્ય છે. ચોતરફ કામી જને વાછત્ર વગાડતા હતા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy