________________ અગ્યારમો સર્ગ. (35) વાવડે પિતાને આનંદ પમાડી તે ત્રણે સુભટને બોલાવી તેણે બંદીની જેમ તેમના સત્ત્વ અને સ્વામીભકિત વિગેરે ગુણોની પ્રશંસા કરી. તેમજ કુટુંબ સહિત તેમનો વસ્ત્ર અને અલંકારાદિકવડે સત્કાર કરી તુષ્ટમાન થયેલા તે કુમારે દરેકને એક એક દેશ આપી પ્રસન્ન કર્યો. કહ્યું છે કે - આ સુવર્ણના પુષ્પવાળી પૃથ્વી પરથી ત્રણ માણસો જ તે પુષ્પોને ચુંટે છે. એક શૂરવીર, બીજે વિદ્યાવાન અને ત્રીજે જે સેવા કરવાનું જાણતો હોય તે.” ત્યારપછી તુષ્ટમાન થયેલા તેઓ રાજાની રજા લઈ તેના મોકલેલ સુભટો સાથે પોતપોતાને આપેલા દેશમાં જઈ તેને સ્વાધીન કરી પાછા ત્યાં આવી બન્ને રાજાની સેવા કરવા લાગ્યા. પિતાની સાથે આવેલા બીજાઓને પણ કુમારે સારે ગ્રાસ આપે. પછી સિંહસારને નિગ્રહ કરવા અને પિતાના માણસોને મુક્ત કરવા વિજયપુરમાં જવાને ઇચ્છતા કુમારે વિચાર્યું કે -" તે દુષ્ટ સિંહે રાજ્યભ્રષ્ટ થવાના ભયને લીધે પિતા ઉપર આવું દુષ્ટ આચરણ કર્યું છે, પરંતુ હમણું મેં જ તેને રાજ્યપર સ્થાપન કરાવ્યો છે, તે હમણા જ તેને નિગ્રહ કેમ થાય? કેમકે ઘડીકમાં દેવું અને ઘડીકમાં લઈ લેવું એમ કરવાથી તો હું કળા રહિત (કદર વિનાને) ગણાઈશ; તેથી લેખવડે તેને જણાવીને સ્વજનોને મુકત કરાવું. શું શિયાળ સિંહ પાસેથી માંસને લઈ જઈ તેને રાખવાને સમર્થ થાય? કદાચ તે લેખથી નહીં છોડે તે પછી તેનો નિગ્રહ કરતાં હું દોષિત નહીં થાઉં. શું પિતાને કુતરે પણ દૂધને અપવિત્ર કરે, તો તેને તાડન ન કરાય?” આ પ્રમાણે વિચારી તેણે સિંહ પર લેખ લ, તેમાં લખ્યું કે –“તેં જે મારા પિતાનું સર્વસ્વ લુંટી લીધું છે, તે સર્વ તારે જલદીથી અહીં મોકલી આપવું, અને જે અમારા સ્વજનાદિકને કેદ કર્યા છે, તેમને પણ શીધ્રપણે મુક્ત કરી સત્કારપૂર્વક અહીં મોકલવા. અન્યથા હું તારે નિગ્રહ કરીશ તે તારે યુદ્ધ કરવા સજ્જ થઈને રહેવું. “આ પ્રમાણે લેખવડે તથા દૂતના મુખવડે પણ તેણે સિંહને જણાવ્યું. તે ત્યાં જઈ તે પ્રમાણે લેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust