________________ અગ્યારમે સર્ગ: (355) અકસ્માત્ આગમન કેમ થયું?” ત્યારે દુ:ખનાં અશ્રુથી જેનાં નેત્ર વ્યાપ્ત થયાં છે એવા તેના પિતાએ કહ્યું કે “હે વત્સ! સાંભળસિંહને રાજ્ય આપી મારા ભાઈ તાપસ થયા, તે વખતે તેની સાથે જ હું તાપસ થતા હતા. પરંતુ પિતાના રાજ્યની વ્યવસ્થા કરવા માટે સિંહે મને અત્યંત પ્રાર્થનાપૂર્વક ભકિત અને વિનયવડે પિતાની પાસે રાખ્યો. હું તેના પર વાત્સલ્ય રાખતો હતો અને તે મારા પર ભકિત દેખાડતું હતુંપરંતુ તે માયાવીનું મિષથી મને બોલાવ્યા. ત્યારે મારા તેવા પ્રકારના કર્મને યોગે વિશ્વાસને લીધે હું એકલો જ તેની પાસે ગયે. તે જ વખતે પ્રથમથી તૈયાર રાખેલી સામગ્રીવડે મને શસ્ત્રધારી તૈયાર રાખેલા પણ કેદખાનામાં જ રાખી. મારાપર ભકિતવાળા કેટલાક સુભ ને પણ તેણે વિશ્વાસ ઉપજાવી બાંધીને જુદા જુદા કેદખાનામાં નાંખ્યા, અને કેટલાક ખબર પડવાથી નાશી ગયા. પછી તેણે મારે કેદખાનામાં જ રાખ્યો અને ફરતી સુભટની ચોકી રાખી. મેં વિચાર કરતાં તેમ કરવાનું કારણ જાણ્યું કે મારે વિષે પ્રજાજનની પ્રીતિ જોઈ પિતાને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાને ભય થવાથી તેણે તેમ કર્યું હતું. હવે સૂરદત્ત અને વીરદત્ત નામના મારા બે સેવકે મારાપર અતિ ભકિતવાળા હતા, તેઓ કોઈપણ પ્રકારે નાશી ગયા હતા અને સિંહ રાજાને સેવક તથા મિત્ર જે ધીરરાજ નામને છે, તે મારે વિષે તે રાજાથી છાની રીતે એકાંત ભકિતને ધારણ કરે છે, તેને ઘેર તે બને સેવક થઈને રહ્યા હતા. “મિત્રની મૈત્રીની પરીક્ષા અવસરે જ થાય છે.” પછી તે ત્રણે જણાએ તેના ઘરથી ગુપ્તગૃહ સુધી સુરંગ ખોદાવી, અને રાત્રીને વખતે નિપુણતાથી તેઓ પ્રિયા સહિત અને તેને ઘેર લઈ ગયા. “અવસરે જ ખરી સ્વામીભક્તિ જણાય છે, કે જે પ્રાણદિકની પણ અપેક્ષા રાખતી નથી.” પછી તેઓએ પ્રથમથી જ સર્વ સામગ્રી તૈયાર રાખી હતી; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust