________________ (350) જયાનંદ કેવળી ચરિત્ર. તેને નિરંતર સારી શિક્ષા આપશે. મારા પિતાદિકને મારા નમસ્કાર કહેશે. શુભને પામેલે મારે પરિવાર પૂજ્ય એવા આપને નમસ્કાર કરે છે.” આવી કુમારની વિજ્ઞપ્તિથી અને તેના નહીં આવવાથી તે બને ભાઈઓ પરિવાર સહિત એકી સાથે હર્ષ અને ખેદ પામ્યા. પછી રાજાના પૂછવાથી પ્રધાન પુરૂષોએ પદ્મરથ રાજાની પુત્રીના પાણિગ્રહણથી આરંભીને ધીર અને ઉદાર હકીકત સહિત કુમારના પરિવાર પાસેથી જાણેલું તેનું સર્વ ચરિત્ર અને સિંહનું તેવા પ્રકારનું અપકૃત્યાદિ સર્વ ચરિત્ર કહી બતાવ્યું. તે સાંભળી તે બન્ને રાજા સભાસદો સહિત વિચિત્ર આનંદમય થયા અને તેમણે મનમાં એકની પ્રશંસા અને બીજાની નિંદા કરી. પછી રાજાએ સન્માનપૂર્વક તેઓને રજા આપી, એટલે સિંહકુમાર અને તે પ્રધાન પોતપોતાને સ્થાને ગયા, અને બને રાજાઓ પણ સમયને ચગ્ય કાર્યમાં પ્રવર્તી. એકદા શ્રીજય રાજાએ વિચાર કર્યો કે--મારૂં તપ કરવા લાયક વય જતું રહે છે. ભાઈ રાજ્યને ગ્રહણ કરતો નથી, અને રાજ્યને લાયક જયાનંદકુમાર પણ આવતો નથી અથવા તે પોતાની ભુજાથી ઉપાર્જન કરેલી લક્ષમીવડે યુક્ત એવો તે કુમાર રાજ્ય લેવા માટે કેમ આવે ? શિયાળની જેમ સિંહ બીજાએ ઉપાજન કરેલું માંસ ખાતો નથી. અથવા તો પછીથી પણ તેજ અવશ્ય રાજ્યના રાજા થવાનું છે, જ્ઞાનીનું વચન અસત્ય થાય નહિ; કારણકે જ્ઞાનીનું વચન તેના ચરિત્રને મળતું આવે છે. આ સિંહને રાજય માટેજ તેણે અહીં મોકલ્યો છે એમ સંભવે છે, અને રાજ્ય માટે જ આ પાપીએ તેના પર દુષ્ટ ચેષ્ટા કરી છે તથા વારંવાર તેણે મરણાંત આપત્તિઓ અનુભવી છે, તેથી તે કાંઈક દોષ રહિત થયો હશે, માટે હમણાં એને જ રાજ્ય આપું, અને ત્યાં સુધી એને સારી શિક્ષા આપવા માટે મારા ભાઈને તેની પાસે રાખ્યું. જે તે સિંહ પ્રજાને પીડા કરનાર થશે, તે જયાનંદ સહન નહીં કરે. " આ પ્રમાણે મનમાં વિચારી રાજાએ સિંહને રાજ્યપર સ્થાપન કર્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust