________________ અગ્યારમે સર્ગ. . (345) વડે દુ:ખ આપનાર થયે. તેથી હવે શીધ્ર ત્યાં જઈને પિતૃવને સુખી કરૂં.”એમ વિચારી તે અતિથિઓ સહિત કુમારે સ્નાનાદિક ક્રિયા કરી અને આનંદ ભેજન કર્યું. હવે પ્રતિહાર જઈ શ્રીપતિ રાજાને આ સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે—“માતાપિતા વિગેરેને મળવાને ઉસુક થયેલે કુમાર અવશ્ય શીધ્રપણે જશે. ચંદ્રબુદ્ધિના કહેવા પ્રમાણેજ કહેનારા પોતાના પ્રધાન પુરુષો દ્વારા કાકાએ અને પિતાએ તેને બેલાવે છે, તે હવે અહીં કેમ રહેશે? આ કુમાર મારા રાજ્યની વૃદ્ધિ અને શોભા કરનાર થયેલ છે, તે હવે પછી મારે સ્વજન થશે કે વૈરી થશે તે હું જાણું શકતો નથી. સર્વથી શ્રેષ્ઠ સભાગ્યવાળા આ કુમારના દર્શન, વિનય, વચન અને કર્મવડે જે મને સુખકારક પ્રીતિ થઈ છે તે હવે ફરીથી ક્યાં થશે? ખેદની વાત છે કે પ્રાપ્ત થયેલા ચિંતામણિને હું દુબુદ્ધિ હારી ગયે છું, તેનો લાભ લઈ શક નથી અને અજ્ઞાનપણથી અમૃતને મેં ત્યાગ કર્યો છે, જેથી આવા મહાપુરૂષ સાથે મેં પ્રતિકૂળ આચરણ કર્યું છે. અહો ! અચેતન પુતળી પણ જેના મહા પ્રભાવની સ્તુતિ કરે છે, તેવા વિશ્વના અલંકારરૂપ નરરત્નની પણ મેં અવજ્ઞા કરી, ઘણા રાજાઓ સાથેના વિરોધાદિકથી અને પુત્રીઓના વૈધવ્યથી ઉત્પન્ન થતી આપત્તિઓને તથા પુરૂષરૂપી ચિંતામણિની હાનિને પણ નહિ ગણુને મેં આ શું કર્યું?” ઇત્યાદિ ચિંતાના સંતાપથી ઉત્પન્ન થયેલા દુઃખના આઘાતના વશથી તે રાજા આસન પરથી એકદમ મૂછ ખાઈ પૃથ્વી પર પડી ગયો. તે જોઈ વ્યાકુળ થયેલા મંત્રીઓએ શપચારવડે તેને સજજ કરી કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાનાં તેવા પ્રકારનાં અત્યંત દુઃખ આપનાર કુકર્મની નિંદા કરતાં સભાસદેને કહ્યું કે–“અહો ! આ જગતમાં ક્રૂર, કુકર્મકારી, અવિવેકી અને કૃતઘી મારા જેવો બીજે કઈ નથી. તેથી આવા કુકર્મ કરનાર મારી શુદ્ધિ મૃત્યુ વિના થવાની નથી.” એમ કહી તેણે પોતાનું ખળું ખેંચીને પોતાના કંઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust