________________ . અગ્યારમો સગ”. (343) - “હે રાજન !તમારા તે બન્ને મિત્રો પરિવાર અને પ્રજા સહિત કુશળ છે. હવે તેમણે સ્નેહના રસાયણરૂપ સંદેશે કહ્યો છે, તે તમે સાંભળો.–શ્રી જયાનંદકુમાર અમારા વિતરૂપ છે, તેને અનુપમ બુદ્ધિવાળા તમે મોટી ઉન્નતિને પમાડ્યો છે, એમ અમે નૈમિત્તિકની વાણીથી જાણ્યું છે, તેથી તમે અમારા કુળની સાથે ચંદ્ર સૂર્યની હૈયાતી સુધી સ્થિર રહે તેવી પ્રીતિ જેડી છે. હવે તમે કુમારને અહીં મોકલે, કે જેથી આપણી પ્રીતિરૂપી દૂધમાં સાકરને ગ થાય, અને તેના વિયોગની પીડાથી તાપ પામેલા અમે તેનું પાન કરી શીતળતાને પામીએ. જીંદગી પર્યત ન ત્રુટે તે તમારે ઉપકારરૂપી અલંકાર કુમારના પોષણરૂપી માણિજ્ય (રત્ન) ને ગ થવાથી અમૂલ્યપણાને પામ્યો છે. તમે અમારા ત્રીજા ભાઈ તરિકે થયા છે એમ તમારે નિશ્ચયથી માનવું. તેથી અમારે લાયક જે કાંઈ કાર્ય હોય તે સર્વ તમારે સર્વદા બતાવવું.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી શ્રીપતિ રાજા બોલ્યા કે “હે પ્રધાન પુરૂષ! આ તમારી વાણીરૂપી સુધી કોઈ નવીન પ્રકારની જ છે, કે જેનું પાન કરતાં પુરૂષોને ઉલટી તેની તૃષા વૃદ્ધિ પામે છે. કુમારને મોકલવા વિગેરે બાબતમાં સર્વ સારું થઈ રહેશે.” એમ કહી રાજાએ તેમણે આપેલું ઉત્તમ રત્નાદિક પ્રાભૃત, ગ્રહણ કર્યું. પછી સન્માનપૂર્વક તેમના ઉતારા વિગેરેની ગોઠવણ કરી રાજાએ કુમારને મળવા ઉત્સુક થયેલા તેમને પ્રતિહારની સાથે કુમારની પાસે મોકલ્યા. ત્યાં કુમારના પ્રતિહારે નિવેદન કરેલા તેઓ તેની આજ્ઞાથી તત્કાળ તેની સભામાં અંદર ગયા અને અંત:કરણમાં આનંદથી વ્યાપ્ત થયેલા તેઓએ કુમારને નમસ્કાર કર્યો, એટલે હર્ષથી યુક્ત થયેલા કુમારે ઉભા થઈ તેઓને ઓળખી સર્વ સાથે જૂદી જૂદી વાત કરવાપૂર્વક રોમાંચરૂપી દંડવડે તે દરેકને આલિંગન કર્યું. પછી ધારાબંધ હર્ષાશ્રુવડે ધોયેલા તેમને આસન પર બેસાડી કાકા અને પિતા વગેરે કુટુંબના સમૂહનું ક્ષેમકુશળ પૂછયું, ત્યારે તેઓ બોલ્યા કે –“તે સર્વ કુશળ છે; પરંતુ તમારે 1 અમૃત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust