SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમો સર્ગ. (341) અશ્વ વિગેરે સર્વ કાંઈ પાછું મળી શકે છે, પરંતુ ગયેલું મનુષ્યનું વય પાછું મળી શકતું નથી. તો હે જ્ઞાની! જ્યાનંદ કુમાર જીવતે છે કે નહીં? જીવતો હોય તે તે ક્યાં છે? કેવી અવસ્થામાં છે? અને ક્યારે અહીં આવશે ? તે સર્વ સમ્યક્ પ્રકારે કહો.” આ પ્રમાણે કહી તે બન્ને ભાઈઓ પુત્રના વિયેગનું મરણ થવાથી અત્યંત રૂદન કરવા લાગ્યા. “શું બળેલ પદાર્થ પણ અગ્નિનો વેગ થતાં ફરીથી ધુમાડાવાળો નથી થતો? થાય છે.” ત્યારપછી રાજકુળમાં આડંબર જ માનવા લાયક થાય છે એમ ધારી તે ચંદ્રબુદ્ધિ ક્ષણવાર લગ્નકુંડળી અને ધ્યાન વિગેરેને આડંબર કરી અને રાજાઓ પ્રત્યે બોલ્યો કે “હે મહાપુરૂષો ! પુત્રની પીડાથી સામાન્ય મનુષ્યની જેમ તમે કેમ ખેદ કરે છે ? વાયુવડે જેમ વૃક્ષો કંપે તેમ પર્વતે કંપતા નથી. વળી હે સ્વામી ! હું આ લગ્નકુંડળી ઉપરથી જાણું છું કેચોથા ભવનના સ્વામીને વેગ થવાથી તમારો પુત્ર સુખી છે એ નિશ્ચય છે; સાતમા સ્થાનમાં દશમા સ્થાનના સ્વામીની દષ્ટિ પડવાથી તેને મેટા રાજ્યને વેગ છે, અને તેવા પ્રકારના ત્રણ ગ્રહોની દષ્ટિ પડવાથી ત્રણ રાજપુત્રીને તે અત્યારે પતિ છે. વળી ભ્રાતૃભવન જોતાં તેને ભાઈ તેની સાથે જ છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ પૂછયું કે –“તે તે ક્યાં છે? તે બાબત જાણીને તમે બરાબર કહો. " ત્યારે તે એષ્ઠ ફફડાવતે મેષ રાશિ આદિકના અમુકમે કો બોલતે અને આડંબર કરતાં બોલ્યા કે - તે હાલ લક્ષ્મીપુર નામના નગરમાં છે.” પછી પુતળીની અને આ જયરાજાની કહેલી વાત મળતી આવવાથી ચંદ્રબુદ્ધિના મનમાં સંપૂર્ણ નિર્ણય થયે, તેથી તેણે રાજાને વધારે ખાત્રી થવા માટે કુમારની ઓળખાણ તરીકે તેનું વય, સંસ્થાન અને વર્ણ વિગેરે સર્વ કહ્યું. તે સાંભળી અત્યંત હર્ષમય થયેલા તે બન્ને 1 કેલસા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy