________________ (338) જયાનંદ કેવળી ચરિત્ર. પ્રકારે કહેશે.” તે સાંભળી આશ્ચર્યવાળી થયેલી તેઓએ હર્ષથી પતિએ આપેલી ઔષધિ લઈ પિતાની પાસે આવી સર્વ સભાની સમક્ષ પુતળીના મસ્તક પર તે મહા ઓષધિ મૂકી તેને કુમારનું કુળ વિગેરે પૂછ્યું, ત્યારે માનુષી (સ્ત્રી) ની જેમ તે પુતળી બોલી કે –“વિજયપુરના સ્વામી વિજય રાજાનો પુત્ર આ શ્રી જયાનંદ નામને ક્ષત્રિય પુત્ર ઉત્તમ વંશમાં મણિ સમાન, ગુણને નિધિ અને મહિમાનું નિધાન છે.” આ પ્રમાણે સાંભળી રાજા વિગેરે સર્વે હર્ષ અને ચમત્કાર પામ્યા, તથા જય જય શખવડે મંગળ વાજિત્રના નાદ થયા. પછી રાજાએ યુદ્ધનો આરંભ મૂકી કુમારને બેલાવીને તેને ખમા, તથા પુત્રીઓને પણ ખમાવી, એટલે તેઓ હર્ષ પામી સ્વસ્થાને ગઈ. ત્યારપછી રાજા સભામાં આવીને બેઠે, અને તેણે મંત્રોએને પૂછયું કે-“શું આ ઈંદ્રજળ હશે? શું પુતળી કદાપિ બેલી શકે ? " તેઓએ જવાબ આપે કે-“ કુમારના ભાગ્યથી પ્રાપ્ત થયેલી ઔષધિના પ્રભાવવડે દેવતાને પ્રવેશ થવાથી અચેતન વસ્તુઓ પણ બોલી શકે છે. તોપણ દુર્વિદગ્ધ એવું તમારું મન હજુ જે સંદેહ પામતું હોય તો શત બુદ્ધિ મંત્રીને પુત્ર ચંદ્રબુદ્ધિ નામને બ્રાહ્મણ તિષ્યાદિક શાસ્ત્રોના રહસ્યને જાણનાર, નિપુણ અને તમારે વિષે ભક્તિવાળે છે, તેને વિજયપુર મોકલી તે દ્વારા સમ્યક્ પ્રકારે સર્વ નિર્ણય કરે.” તે સાંભળી હર્ષ પામેલા રાજાએ તે ચંદ્રબુદ્ધિને બધી હકીકત સમજાવીને વિજયપુર મોકલ્યો. તે પણ નવમે દિવસે પાછા આવવાની પ્રતિજ્ઞા કરી શીધ્રપણે ચાલ્યો અને સાત પુરૂષને સાથે લઈ અત્યંત વેગવાળા ઉંટ પર આરૂઢ થઈ શીધ્રપણે સૌ જન દૂર રહેલા વિજયપુર નગરે પહોંચ્યો. પછી તે ચંદ્રબુદ્ધિ નિમત્તિયાને વેષ લઈ હસ્તમાં પુસ્તક રાખી રાજદ્વારે ગયા. ત્યાં વેત્રીએ રાજાની આજ્ઞા મેળવી તેને 1 ખોટા ડહાપણવાળું-આપ ડા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust