________________ (336) જયાનંદ કેવળી ચરિત્ર. સર્વદા સજજ જ છું.” આવું કુમારનું વચન સાંભળી બુદ્ધિમાન પ્રધાને તેને નમસ્કાર કરી રાજા પાસે આવ્યા અને તેને તેઓએ કુમારનું કહેલું કહી બતાવ્યું. તે સાંભળી રાજા ખેદ પામી વિચારવા લાગ્યું કે “આટલે બધે યુદ્ધને આડંબર કરી હવે તેને એમને એમ જ મૂકી દેતાં મને લજજા આવે છે, વળી યુદ્ધ કરતાં પણ કાર્યની સિદ્ધિ કે યશને હું જોતો નથી, માટે ઉભયથી ભ્રષ્ટ થયેલો હું શું કરું ? મારી શી ગતિ થશે?” આવી ચિંતાથી વ્યાકુળ રાજાને જાણે પ્રધાને બોલ્યા કે—“આ કુમાર યુદ્ધમાં શસ્ત્રધારીને પણ તૃણ સમાન ગણતા નથી. આવો નિર્ભય પરાક્રમી પુરૂષ પિતાનું કુળાદિક શા માટે કહે? તેથી કુળ પૂછવાથી શું ફળ છે? ગુણેએ જ કુળ કહી બતાવ્યું છે. મણિનું તેજસ્વીપણું જ રત્નાકરમાં તેની ઉત્પત્તિ હેવાનું કહી બતાવે છે. તેથી હે સ્વામી ! જો આપ આજ્ઞા આપો, તે ક્ષણિક કાપવાળા તે ઉત્તમ કુમારને અમે સામ વચનવડે પ્રસન્ન કરી અહીં આપની પાસે લાવીએ.” તે સાંભળી વિવિધ ચિંતાથી વ્યાકુળ થયેલો રાજા તેનો કાંઈક જવાબ આપે છે, તેટલામાં કુમારની રજા લઈ રાજાની ત્રણે પુત્રીઓ ત્યાં આવી. તેઓએ પિતાના પાદને પ્રણામ કરી સંભ્રમ સહિત પૂછયું કે-“હે પિતા ! આ અકસ્માત યુદ્ધને માટે સિન્યની તૈયારી કેમ કરી છે?” તે સાંભળી રાજાએ ત્રણે પુત્રીઓને આલિંગન કરી સિંહે કહેલો સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. ત્યારે તેઓ બેલી કે–“આ તમારે જમાઈ કઈ દિવ્ય પ્રકૃતિવાળે અને જગતમાં અતિ ઉત્તમ પુરૂષ છે. સત્ય, શૌર્ય અને સ્વૈર્ય આદિક સર્વ ગુણાવડે સહિત છે, તથા બાહ્ય અને અત્યંતર ચક્રવતીનાં લક્ષણોવડે યુક્ત છે. તે જે અકુલીન હોય તે વિશ્વને વિષે કોઈપણ કુલીન જ નથી એમ સમજવું. તેથી તે ચેર અને ખળ એવા સિંહની વાણવડે મૂર્ખાઈથી કેમ મરવા તૈયાર થયા છો? હે રાજન ! ભાગ્યયોગે સર્વ અર્થને સાધનાર ચિંતામણિ જેવા નરને પામી ઘેલા ( ગાંડા) થઈ ગયા છો ? દુષ્ટ સિંહને અમે પહેલેથી જ દુર્જન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust