________________ (334) જયાનંદ કેવળી ચરિત્ર. વીરમાં અગ્રેસર એવા આ કુમારને તમે સિન્ય સહિત પણ જીતી શકશે નહીં. શું યુથ (ટેળા ) સહિત પણ હાથીવડે સિંહ જીતી શકાય છે? કહ્યું છે કે * “કેઈની કીડા પણ અચિંત્ય (ઘણું) ફળને ઉત્પન્ન કરે છે, અને કેઈને યત્ન છેડા પણ ફળને માટે થતો નથી. જેમકે દિગ્ગજના માત્ર દાંત જ ચલાયમાન થવાથી આખી પૃથ્વી કંપે છે, અને આકાશથી પડતા ભમરા નાની લતાને પણ ચળાયમાન કરી શકતા નથી. " વળી તમારા સૈન્ય સહિત રાજકુમારોના યુદ્ધમાં તમે જ શું નથી અનુભવ્યું ? તથા તમારી સેનાના અગ્રેસર સેનાપતિને જોઈને પણ તમે નથી જાણ્યું ? જે કદાચ આ કુમારે તે સર્વ ઉપર કૃપા ન કરી હોત તે તેમાંથી કેણ જીવતે આવત? અને હે રાજન ! રાજ્યમાં સૂર્ય જેવા તમારું પણ શું થાત ? રાજપુત્રોની વિડંબના જેઈને તથા કડે સુભટોવાળા પદ્યરથ રાજાને પણ આ કુમારે બ્રાહ્મણના રૂપે જે વિડંબના કરી હતી તે બંદીના મુખથી સાંભળીને જાણતા છતાં પણ હે પ્રભુ! આવી ચેષ્ટા કરતાં તમે કાન અને હૃદય વિનાના મનુષ્યનું અનુકરણ (સદશપણું) કરે છે. કહ્યું છે કે–“જતા ને આવતા એવા સિંહનું પરાક્રમ જોયા જાણ્યા છતાં પણ પાછે તેની સામે જાય તે કાન ને હૃદય વિનાને મૂર્ખ કહેવાય છે.” વળી હે રાજન ! આ કુમાર તમારા સમગ્ર સૈન્યને હણશે તો તમે રાજાઓમાં નિંદા પામશો, અને જે તે ક્રોધ પામશે તે તમારા જીવિતમાં પણ અમારૂં મન સંદેહ કરે છે, તેથી જે તમારૂં અને અમારું કલ્યાણ ઈચ્છતા હો તો આ કાર્ય તજી ઘો. કેમકે–સ્વામી હણાયા પછી શું ભક્તિમંત સેવકે જીવી શકે છે ?" . આ પ્રમાણેની પ્રધાનોની વાણીથી રાજા ભય પાપે, તેથી તે હૃદયમાં રહેલા વૈરને ભૂલી ગયે, અને સિંહની કહેલી વાત અસત્ય ધારી તેણે તેમને કહ્યું કે “હે પ્રધાન ! તમે સ્વામીભક્ત છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust