________________ (૩૩ર ) જયાનંદ કેવળી ચરિત્ર. સ્ત્રીઓ પણ રમવા લાગી; પરંતુ સ્ત્રી જાતિના સ્વભાવને લીધે તેમના મનમાંથી શંકા ગઈ નહીં, તેથી તેઓએ ભૂકુટિની સંજ્ઞાથી કુમારનું સૈન્ય તૈયાર કરાવ્યું. .: : હવે મરણને ઈચ્છતી છે જેમ વાઘરીવાડે જાય તેમ સંગ્રામની સામગ્રી સહિત રાજાને કુમારના મંદિર તરફ જતા જોઈ તત્કાળ પ્રધાનોએ આવી. રાજાને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે “શા માટે અને કયા શત્રુને હણવા માટે તમે સૈન્ય સહિત નીકળ્યા છે ?" ત્યારે રાજાએ સિંહનું વચન અને પોતાનો અભિપ્રાય તેમને જણાવ્યું. તે સાંભળી તેઓ બોલ્યા કે—હે સ્વામી ! જળની વાણી. ઉપર શે વિશ્વાસ? મળ પુરૂ પુરૂષોના નિષ્કા રણ વૈરી હોવાથી તેઓ મત્સરને લીધે તેમના અછતા દેને પણું ગ્રહણ કરે છે-બોલે છે. તે. મત્સર. પણ પરની સમૃદ્ધિવડે વિલાસ કરતા છતાં સ્વાભાવિક જ ( નિમિત્ત વિના જ ) હોય છે; કેમકે રાહુ સૂર્યને ગ્રાસ કરે છે તેમાં શો હેતુ છે? કાંઈ જ નથી. આવા ખળ.માણસ પાસેથી જે પરનાં દૂષણ સાંભળે છે, તે પણ બેલનર સહિત પાપવડે નીચે પડે છે–પાપ બાંધી નીચ ગતિમાં જાય છે. તેમાં પણ જે માણસ મહાપુરૂષના દેશોને કહે છે, તે કહેનાર કરતા પણ સાંભળનાર વધારે પાપી છે. કેમકે માત્ર મત્સરથી જ પીડાતો ખળ પુરૂષ તો મહાપુરૂષના કષ્ટને ઈચ્છે જ છે. માખીઓથી ઉગ પિામેલે. કુછી શું સૂર્યના અસ્તને ઇચ્છતો નથી ? " પરંતુ જેમ ઉપાનહ (જેડા):નરરત્નના પગને પીડા ઉપજાવનાર કાંટાના મુખને ભાંગે છે તેમ બુદ્ધિમાન પુરૂષે મહાપુરૂષના દોષ બોલનારનું મુખ ભાંગવું જોઈએ... કહ્યું છે કે–“કંટક અને ખળ માણસને સરખા જ પ્રતિકાર-ઉપાય હોય છે, એટલે કે ઉપાનવડે તેનું મુખ ભાંગવું અથવા તેને દૂરથી ત્યાગ કરવો.” તેથી ખળનું વચન સાંભળવું જ નહીં, અને કદાચ સાંભળ્યું તે તેને સત્ય માનવું નહીં. “શું સપના વિષવડે. ઇંડાની જેમ આખું સરોવર વિષવાળું થઈ શકે?.” અગ્નિ તેજમય છે તે પણ તે પૂજાય છે, તે જ અગ્નિ જે લેઢાની સાથે મળેલે હોય તો તાડન પામે છે, તથા તુંબડું કે જે પાણી પર I " TT TT TT T T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust