________________ . અગ્યાર સર્ગ. (329) સાંભળી રાજા હર્ષ પામ્યો. “પ્રાયે રાજાઓમાં વિવેક હોતો જ નથી.” કહ્યું છે કે– * * * : . : : : : : : " “પ્રાયે કરીને વિવેક પામવો દુર્લભ છે, તેમાં પણ મેટાને તે વિશેષ દુર્લભ છે, અને ધનાઢ્ય, રાજા તથા દેવને વિષે તે તે ( વિવેક ) જરા પણ દેખાતા નથી.” .. . . . . . . . - - સિંહના પડવાને ધબકારો સાંભળી આરક્ષક પુરૂષે દોડી આવ્યા. ત્યાં મેટો કેળાહળ થયે. તે સાંભળી રાજાએ પોતાના માણસને તપાસ કરવા મોકલ્યા. કેઈ માણસોએ કુમારની પાસે જઈ તે સ્વરૂપ કહ્યું. ત્યારે તેની પ્રિયાઓ બોલી કે–“હે સ્વામી ! રાજા પરના વિશ્વાસનું ફળ જોયું? હે સ્વચ્છ સ્વભાવવાળા પ્રભુ !: તે વખતે તમે અમારું વચન ન માન્યું હોત તો અત્યારે અમારી શી ગતિ થઈ હોત? હે ન થ! હવે પછી તમારે અત્યંત સાવધાન થઈને રહેવું. રાજા પાસે કઈ બળ પુરૂષ પેઠે જણાય છે. અથવા રાજાના આશયને કણ જાણી શકે છે?” તે સાંભળી કુમારૂ બોલ્યા કે—“હે પ્રિયાઓ! સમાન જતિને લીધે સરસ્વતી તમારા હૃદયમાં કીડા કરે છે, અને પરપુરૂષના સ્પર્શથી જાણે ભય પામી હોય તેમ મને તો સ્પર્શ પણ કરતી નથી. તેથી તમે જ મારે પ્રમાણભૂત છો; કેમકે નિપુણ એવી પતિવ્રતા સ્ત્રીઓ પુરૂષોને સહચરીરૂપ, લહમીરૂપ, રક્ષા કરનાર, ધૃતિરૂપ અને મતિરૂપ હોય છે.” આવાં વચનવડે તે સ્ત્રીઓને આનંદ પમાડીને પછી કુમારે “જે સિંહે જીવતો હોય તો તેને અહીં લાવ” એમ કહી પોતાના માણસોને મોકલ્યા. તેઓ કિંચિત્ શ્વાસ લેતા સિંહને તેની પાસે લઈ આવ્યા, એટલે તેણે ઔષધિના જળવડે તેને સાવધ કર્યો. અહીં ખરેખરી કૃપાળુપણાની પરીક્ષા થાય છે. કહ્યું છે કે - ' ' ઉપકારી ઉપર અથવા ઈર્ષ્યા રહિત મનુષ્ય ઉપર જે દયા કરવી તેમાં શું વિશેષ છે? પરંતુ અપરાધ કરનારા શત્રુ ઉપર જેનું મન દયાળુ હોય તેજ સત્પષોમાં અગ્રેસર છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust