________________ (૩ર૬) જ્યાનંદ કેવળી ચરિત્ર. લકોને રંજન કરી અને ઔષધિવડે ઉપકાર કરી વાંછિત ધન મેળવવા લાગ્યા કેઈક પ્રકારે બે રાજાને મેહ પમાડી તેમની બે પુત્રીઓને તે પરણ્યો. “કળા અને ભાગ્ય જે હોય તે કુળ જેવાની કાંઈ જરૂર રહેતી નથી.” મારા સંગથી તે દાન આપવાના સ્વભાવવાળ થયું છે, તેથી દાનના પ્રભાવવડે તેનું નીચ કુળ ઢંકાઈ જાય છે. કેમકે સુવર્ણની લક્ષમીને વરસાવનાર મેઘની મલિનતાને કેણ વિચારે છે ? તેના અહિં આવ્યા પછી જે થયું તે તે તમે પ્રથમથી જ જાણે છે. હું જ ભાગ્યહીન છું કે જેથી આવું લજજાકારક વૃત્તાંત પણ તમારી પાસે કહેવું પડયું છે. એકદા દેશમાં ઉપદ્રવ કરનાર અને સૈન્ય સહિત પર્વતમાં વસનાર મહાસેન નામના પલ્લી પતિને નિગ્રહ કરવા માટે મારા પિતા તૈયાર થઈ પ્રયાણ કરતા હતા, તે વખતે મેં તેમને વિનયથી જતા નિવારી સૈન્ય સહિત તે પર્વતની તળેટીમાં જઈ પલ્લી પતિને યુદ્ધ કરવા માટે મેં બેલાબે, એટલે ભિલની સેના સહિત પર્વત પરથી ઉતરી મહા ગર્વિષ્ઠ તે પહેલીપતિએ શંગના નાદવડે ગુફાઓને ગજાવી ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે મેં તેને પરાજય કર્યો, એટલે તે નાશીને જતો રહ્યો. તે વખતે મેં મુગ્ધપણાને લીધે તેની પત્ની સળગાવી દેવા માટે વિષમ પત્થરવાળા પર્વતના કટકમાં પ્રવેશ કર્યો. તેટલામાં ગુફામાં સંતાઈ રહે તે શત્રુ પલ્લીપતિ ભિલ્લની સેના સહિત તેમાંથી બહાર નીકળે અને યમરાજની જેવા તેણે મારા સેન્ય ઉપર બાણવૃષ્ટિ કરી; તેથી મારું સૈન્ય ભગ્ન થયું. “વિષમસ્થાનમાં કેણુ ભગ્ન ન થાય?” પછી મને પણ પ્રહારોથી જર્જરિત કરી બાંધીને તે પહેલીપતિ તેની પલ્લીમાં લઈ ગયો. એકદા મને ચામડાએ મઢી પર્વતના શિખર પરથી દડતો મૂકો. ત્યાંથી અનુક્રમે હું અહીં આવ્યું, તે હકીક્ત તે તમે સાંભળી હશે. અહીં પ્રથમ તે મને ઓળખ્યા વિના તે મને મૂકાવીને પિતાને ઘેર લઈ ગયે, પછી મને ઓળખે, ત્યારે ધનાદિકથી સત્કાર કરી મને ઘણે પ્રકારે માન આપવા લાગ્યા અને “કઈ પણ ઠેકાણે મારું કુળાદિક પ્રગટ કરવું નહીં. " એમ દઢ શપથવડે અને તેણે બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust