________________ (૩રર). જયાનંદ કેવળી ચરિત્ર. એ તને શોધે; પરંતુ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ અમે તને મેળવી શક્યા નહીં. પછી તારા વિયોગથી પીડા પામતા હું પલીનું પાલન કરવા લાગ્યું. કેટલેક કાળે સૂર્યના પ્રકાશને અભાવે અંધકારની જેમ તારે અભાવે તે મહાસેન પલ્લીપતિએ અનુક્રમે મારી પૃથ્વી દબાવી. તે જાણી ઈર્ષ્યાના વશથી તેને નિગ્રહ કરવા માટે હું સર્વ સૈન્ય સહિત તેની પતલી પાસે જઈ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેના સત્યે માંરૂં સન્ય ભાંગ્યું, એટલે મેં તેની સાથે યુદ્ધ કર્યું. તેમાં તેણે મને પ્રહારવડે જર્જરિત કરી બાંધીને કેદખાનામાં નાંખ્યો. પછી તે નિર્ભયપણે બને પલીનું રાજ્ય ભેગવવા લાગ્યા, અને મને ચામડાથી મઢી પર્વતના શિખર પરથી દડતો મૂક્ય; પરંતુ કર્મના યોગે હું કોઈક લાલ અને પાંદડાના સમૂહમાં પડ્યો. ચોતરફ દ્રણિત અંગવાળ છતાં અને પર્વતના શિલા સાથે ઘસાવા છતાં પણ હું મરણ પામ્યા નહીં. રાત્રીએ અકાળે વરસાદ વરસ્યું. તે વખતે મઢેલા ચામડાના ગંધથી કેટલાક શિયાળ આવ્યા, તેમણે તે ચામડું કરડી ખાધું, અને મૂછો પામેલે હું વાયુથી ચેતના પાપે. “જેને દુઃખ ભેગવવાનું હોય તેને અભાગ્યને યોગે મૃત્યુ પણ દુર્લભ હોય છે.” પછી અનુક્રમે તે પર્વતને ઓળંગી ઘણુથી જર્જરિત એવો હું ગ્રામ નગર વિગેરેમાં ભમતો અને ભિક્ષાવડે આજીવિકા કરતો કાળે કરીને અહીં આવ્યું. સ્વર્ગપુરી જેવા પણ આ નગરમાં હું ત્રણ દિવસ સુધી ભિક્ષા પાયે નહીંતેથી મેં ચોરી કરી. “ક્ષુધાતુર મનુષ્ય શું ન કરે ? ? હે બંધુ ! તેં મને પ્રથમ અનેકવાર જીવિતદાન આપ્યું હતું વળી આજે પણ આપ્યું છે. તે જીદગીપર્યત પણ દાસપણું કરવાથી પણ હું તારો અનૃણ થાઉં તેમ નથી. મને ધિકકાર છે ! પૂર્વે ઉપાર્જન કરેલું મારું પાપ વાણુથી પણ કહી ન શકાય તેટલું છે, તેથી જ પગલે પગલે હું દુષ્ટ આપત્તિઓના સ્થાનરૂપ થાઉં છું. કહ્યું છે કે–અધમ જનની સંગતિ, દુષ્ટ બુદ્ધિ, દરિદ્રતા, પગલે પગલે વધ બંધ અને પરાભવ, શત્રુથી પરાભવ, પ્રિય 1 દેવા રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust