________________ દશમો સગ. ( 317) પરાભવ કરવા સમર્થ થતા નથી, વિહ્વો નાશ પામે છે તથા સર્વ સંપદાઓ આપણી પાસે આવીને વિલાસ કરે છે.” આવાં તેનાં વચન સાંભળી સર્વ સભ્યોએ ગર્વ રહિત અને જૈનધમી એવા તેની પ્રશંસા કરી, તથા જેનો પ્રભાવ પ્રત્યક્ષ જોવામાં આવ્યા હતા એવા શ્રી પંચપરમેષ્ઠા મંત્રના પણ સ્તુતિ કરી. પછી વામને બાંધેલા સર્વ વિરેને ત્યાં બોલાવી મુક્ત કર્યો. તે વખતે જેઓ પ્રથમ મુંડાયેલા હતા તેઓએ ચંડપાળને પણ મુંડિત જોઈ તેની મશ્કરી કરી. ત્યારે તે ચંડપાળ તેમની મશ્કરી કરતાં બોલ્યો કે– “ન ટુર્વ પંચમિ સદ્ –“પાંચ જણાની સાથે દુઃખ પડે તે દુઃખ જણાતું નથી.” ત્યારથી લોકમાં પણ આ શ્લોકનો એક પાદ કહેવત રૂપે પ્રવર્યો. પછી ઓષધિના જળથી સર્વ સુભટો, હાથીઓ, અશ્વો વિગેરેને તથા કંઠે પ્રાણ આવ્યા હોય એવા પણ ઘાતથી પીડિત સુભટાદિકને તે વામને સજજ કરી દીધા. કૃપાળુ હોવાથી હણવાને નહીં ઈચ્છતા એવા તેણે સુભટાદિકને અપેક્ષા સાહતજ પ્રહાર કર્યા હતા કે જેથી ઘણા મરણ પામ્યા નહોતા. પછી રાજા વિગેરે સર્વ જનોએ તેની પ્રાર્થના કરી કે હે કુમાર ! જેમ તમે તમારા ગુણે પ્રગટ કર્યા છે, તેમ તે ગુણોને તુલ્ય એવું તમારું અસલ રૂપ પણ પ્રગટ કરે.” તે સાંભળી તેમની દાક્ષિણ્યતાથી તેણે ઔષધિના પ્રગવડે પોતાનું અસલ રૂપ ધારણ કર્યું. વિશ્વને જીતે એવું તેનું રૂપ જોઈ સર્વ જન આશ્ચર્ય અને આનંદમય થયા. તે વખતે વાઘ અને ગીતાદિકના નાદ સહિત જયજય શબ્દને કેળાહળ થયા. તે વખતે કઈ દૂર દેશથી આવેલે બંદી તેમને ઓળખીને બોલ્યા કે -" અહો ! મેઘની જેમ ઉત્તમ સુવર્ણલક્ષમીની વૃષિવડે પૃથ્વીના સર્વ જનને પ્રસન્ન કરતા અને પૃથ્વી પર વેચ્છાએ વિચરતા આ ક્ષત્રિર્વશ્રવણ આજે મારા જોવામાં આવ્યા તે બહુ શ્રેષ્ઠ થયું. " તે સાંભળી “આ ક્ષત્રશ્રવણ કેણ છે?એમ રાજાના પૂછવાથી તે બંદીએ પદ્મરથ રાજાની પુત્રના પાણિગ્રહણથી આરંભી કમળપ્રભ રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust