________________ દશમે સર્ગ. (313) તેની વાણીથી તેને દુર્જય માન્યા છતાં સર્વે રાજકુમારે પરીક્ષા વખતે બોલાવેલા પોતપોતાના સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થઇ ગયા. બીજા પણ રણસંગ્રામમાં યુદ્ધ કરવા આવ્યા, તેટલામાં મસ્તક મુડેલા તે પાંચે રાજકુમારે યુદ્ધને ઉત્સવ સાંભળી ક્રોધાગ્નિવડે દીપ્ત થઈ ટેપવડે મસ્તક ઢાંકી “અમારે હાથે જ તે દુષ્ટ ચેષ્ટાવાળા વામનને અમે મારશું” એવી પ્રતિજ્ઞા કરીને તત્કાળ ગર્વથી સૈન્યના અગ્રભાગે આવીને ઉભા રહ્યા. તેમને જોઈ હર્ષ પામી વામને તેમને મશ્કરીમાં કહ્યું કે–“અરે મુંડેલા મસ્તકવડે લજજા પામતા તમે કેમ પધાર્યા છે? અથવા આવ્યા તો ભલે આવ્યા, હવે તો તે મસ્તકોને છેદીને જ હું તમારી લજજા દૂર કરીશ.” આવી વામનની વાણું સાંભળી અત્યંત ક્રોધ પામી તેઓએ વામન ઉપર બાણની વૃષ્ટિ કરી. બીજાઓએ પણ ચેતરફથી બાણો મૂકી આકાશ ભરી દીધું. તે વખતે વામનસિંહ પણ પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી એક મોટા સ્તંભ ઉખેડી તે મૃગ તરફ દોડ્યો. તેણે શરીરધારી જાણે પર્વતના શિખર હોય તેવા હાથીઓને પાડી નાંખ્યા, અશ્વના સ્વારને પારેવાની જેમ આકાશમાં ઉછાળી ભમાડ્યા અને હાથી જેમ ગોળા ઉડાડે તેમ પત્તિઓને ઉડાડ્યા, પરંતુ કૃપાશુપણાને લીધે તેમને હણ્યા નહીં. માત્ર કેટલાક સુભટને મૂછિત કર્યા. પાપડની જેમ કેટલાકના રથે ભાંગી નાંખ્યા, તથા ધનુષ્ય, મુગર, ભાલા, ખ અને ગદા વિગેરે હથિયારોના ચૂરા કરી નાંખ્યા. ક્ષણમાં પૃથ્વીપર, ક્ષણમાં આકાશવિષે, ક્ષણમાં સૈન્યના અગ્રભાગે, ક્ષણમાં મધ્યભાગે અને ક્ષણમાં છેડે ભમતો તે વામન શત્રુઓને હણવા લાગે. સ્તંભ, મુષ્ટિ અને પાના ઘાવ તરફથી હણીને તેણે મહાવતે, અસ્વારે, પત્તિઓ અને રથિકને પાડી દીધા. ઉડતા, પડતા, દૂરથી આવતા કે જતા એવા તેને લેકેએ જા. નહીં, પરંતુ તેના ઘાતથી પડી ગયેલા વિરેને જ જોયા. પછી મારવાને નહીં ઈચ્છતા વામને દંડના કોમળ પ્રહારવડે સૂરપાળ સહિત તે પાંચ મુંડિત કુમારને મૂછિત કરી દીધા અને પિતાની બે 40 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust