________________ દશમે સગ. ( 305) પાતાદિક અઢાર ની નિંદા કરી છે, તેજ વડે દેવાદિકની જે તુતિ કરવી, તે તો તત્ત્વથી નિંદાજ છે. અથવા આવી સ્તુતિ કાંઈ પણ ચમત્કાર કરનાર નહીં હોવાથી પંડિતે તેવી સ્તુતિને ઈચ્છતા જ નથી. હવે અસાધારણ ગુણે પણ કલ્પિત અને અકલ્પિત એવા બે પ્રકારના છે. તેમાં જે અછતા ગુણો રાગ, દ્વેષ અને મહાદિક દેવડે મૂઢ થયેલી બુદ્ધિવાળા જનોએ શાસ્ત્રાદિકમાં પ્રરૂપ્યા છે તે કલ્પિત ગુણો કહેવાય છે. તેવા કલ્પિત ગુણની સ્તુતિ આ પ્રમાણે તેઓએ કરી છે.– બળદેવે કહ્યું કે –“હે માતા ! રમવા ગયેલા આ કૃષ્ણ હમણાં પિતાની ઈચ્છા પ્રમાણે માટી ખાધી છે.” ત્યારે માતાએ કૃષ્ણને પૂછયું કે–“હે કૃષ્ણ! આ વાત સાચી છે?” કૃષ્ણ કહ્યું કે- હે માતા ! આ મુશલી (બળદેવ) ખોટું બોલે છે. જુઓ મારૂં મુખ.” માતાએ કહ્યું કે–મુખ ઉઘાડ જોઈએ.” ત્યારે તેણે મુખ ઉઘાડ્યું. તે વખતે બાળક (કૃષ્ણ) ના મુખમાં આખું જગત જોઈ માતા આશ્ચર્ય પામી, તે માધવ (કૃષ્ણ) તમારું રક્ષણ કરે.” તથા— જે પ્રજાપતિ (બ્રહ્મા) સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, તે સાવિત્રીના પતિ (બ્રહ્મા) હરિ (વિષ્ણુ) ના નાભિકમળમાં રહે છે તેને અમે નમસ્કાર કરીએ છીએ.” તથા - “પ્રલય કાળે નાશ પામેલી સૃષ્ટિ (દુનિયા) અગત્ય ઋષિએ અગથી આના વૃક્ષ પર લટકાવેલા પિતાના તુંબડામાં રહેલા વટવૃક્ષના એક પાંદડા ઉપર સુતેલા હરિ (વિષ) ની કુક્ષિમાં બતાવી.” તથા મુરારિ નાટકમાં કહ્યું છે કે - * “મહાપ્રલય કાળમાં સમગ્ર જગતને વિનાશ થયે ત્યારે આ વિષ્ણુના નાભિકમળમાં નિવાસ કરનાર બ્રહ્માએ ફરીથી ત્રણ ભુવન રચવાની ઈચ્છા થતાં “આ સૃષ્ટિનું શું અધિકરણ (આધાર) છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust