________________ ( ર૯૪), જયાનંદ કેવળી ચરિત્ર. લજજા પામી તેને કહ્યું કે—“હે કુમાર ! તું કળાને તથા કન્યાને લાયક નથી.” તે સાંભળી તેણે ગુરૂની પૂજા કરવા માટે પોતાના હાથમાંથી સવા લાખના મૂલ્યવાળું કંકણ કાઢી કુબેરની જેમ લીલાએ કરીને તેને આપ્યું; તેથી આનંદ અને આશ્ચર્ય પામી ગુરૂ તેને યત્નથી નૃત્ય શીખવવા લાગ્યા, પરંતુ તેને પગ મૂક્તા પણ આવડયે નહીં, પરંતુ કુંભારની જેમ જાણે માટી–ગારે કચરતે (બુંદતે) હોય તેમ તે કઠેર અને વાંકા પગના આઘાતવડે પૃથ્વીને કંપાવવા લાગ્યો. ગેળાની જેમ ઉછળતો અને પર્વતના શિખરની જેમ પૃથ્વી પર પડતો તે ધબકારાના શબ્દવડે લેકેને અત્યંત હસાવવા લાગે. આ પ્રમાણે બે ત્રણ દિવસ પ્રયત્નથી તેને શીખવતાં છતાં પાદન્યાસ પણ નહીં આવડવાથી ગુરૂ નિર્વેદ પામ્યા, એટલે તેણે કહ્યું કે–“હે વત્સ! તને નૃત્ય આવડતું નથી, તે તું ગીત શીખ.” ત્યારે તે વામન બોલ્યો કે “તે તો મને પ્રથમથી જ આવડે છે.” ગુરૂએ કહ્યું કે--બેલ, જોઈએ, કેવુંક આવડે છે?” ત્યારે તે વિદુપકની જેવી ચેષ્ટા કરતા વિરસ ધ્વનિથી આ પ્રમાણે બે -- "पंचे नियट्ठा हु वणे पविट्ठा, कविट्ठस्स हेट्ठा तउ संनिविट्ठा / पडिअंकविट्ठ भग्गं एगस्स सीसं, अञ्चो हसंती किल तेह सेसा॥" “પાંચ મિત્રો વનમાં ગયા. ત્યાં એક કઠાના વૃક્ષની નીચે તેઓ બેઠા. તેમાં એક કેડું પડવાથી એકનું મસ્તક ફૂછ્યું, ત્યારે બીજા ચારે અત્યંત હસ્યા.” આ ગીત સાંભળી સર્વ છાત્રો હસીને બેલ્યા કે—-“અહો ! આનું ગીત અદ્ભુત છે અને વળી બહુ સુંદર છે. આ ગીતવડે જ તે રાજપુત્રીને અવશ્ય પરણશે, તો પછી હવે અધિક ગીત શીખવાનું તેને શું કામ છે?” આ પ્રમાણે છાત્રાએ હાંસી કર્યા છતાં ઉપાધ્યાય તેના અદ્ભુત દાનથી પ્રસન્ન થયેલા હોવાથી એકાંતમાં તેને ગ્રામ, રાગ વિગેરેને બંધ કરી (સમજાવી) યત્નથી ગીત શીખવવા લાગ્યા. ઘણા પ્રયત્ન કર્યા છતાં તેને કાંઈ પણ આવડ્યું નહીં, ત્યારે પાંચ છ દિવસે ખેદ પામી ગુરૂએ તેને કહ્યું કે--બહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust