________________ નવમો સર્ગ. | ( ર૮૯) રમાં પરોપકારાદિક અનુપમ ગુણ હોવાથી તેને પરિવાર તેના પર અતિ ભક્તિવાન થયો. તેને નેહવાળા મિત્રો પણ ઘણા થયા અને સર્વ જન તેના અનુરાગી થયા. કુમારના પુણ્યપ્રભાવથી તેના ઘરમાં લક્ષ્મી, સર્વ જનના મુખમાં તેના ગુણની સ્તુતિ, સર્વ દિશાઓમાં કીતિ અને યુદ્ધમાં જયલક્ષ્મી વિલાસ કરવા લાગી. ' આ પ્રમાણે તપગચ્છના સ્વામી પૂજ્ય શ્રીદેવસુંદર સૂરિ અને શ્રીજ્ઞાનસાગર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ કેવળી રાજર્ષિના ચરિત્રને વિષે આ નવમો સર્ગ પૂર્ણ થયે. આ સર્ગમાં આકાશગામી પથંકના બળથી ભિલ્લરૂપે શ્રીજયાનંદ કુમાર વિજયસુંદરી પ્રિયા સહિત કમળપુર નગરમાં ગયા, ત્યાં કમળપ્રભ રાજાના પુત્ર વિગેરેને ઉપકાર કર્યો, વિજય સુંદરીના પિતા પમરથ રાજાને જીતી તેને જૈનધર્મ પમાડ્યો અને કમળસુંદરીને પરણ્યા. ઇત્યાદિક હકિકત આવે છે. - ઈત નવમ સર્ગ. 37 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust