________________ (280) જયાનંદ કેવળી ચરિત્ર. વિગેરે સર્વને રજા આપી, એટલે તેઓ પિતપોતાને સ્થાને ગયા, અને તે જિંદ્ર પણ પરિવાર સહિત પિતાને ઘેર ગયો. તે સર્વેએ સ્નાન ભેજનાદિક કાર્ય કરી રણસંગ્રામની કથાદિવડે તે દિવસ નિગમન કર્યો. વિચિત્ર આલાપવડે મનોહર એવા રાજવર્ગના લેકેએ અને પરજનેએ બ્રહ્મવૈશ્રવણાદિકના વિવિધ ગુણોનું વર્ણન કર્યું. બ્રહ્મવૈશ્રવણના આદેશથી આરક્ષકોએ પાંજરામાં રાખેલા પદ્મરથ રાજાને પાંજરા સહિત રથમાં સ્થાપન કરી સાથે રાખેલ હતું, તેને આદેશ આપ્યા પ્રમાણે યોગ્ય સ્થાને રાખી જમાડવામાં આવ્યું, ત્યાં તે રાજા તે વિપ્રના પરાક્રમથી આશ્ચર્ય પામી પોતાના આચરણને શોક કરવા લાગ્યા. બીજે દિવસે પ્રાતઃકાળે સભામાં સુવર્ણનું સિંહાસન મૂકાવી તેપર વિકેંદ્રને અર્ધાસન પર બેસાડી કમળપ્રભ રાજા તેની સાથે બેઠે. પછી સેવકો પાસે પહ્મરથને ત્યાં મંગાવી, તેને પાંજરામાંથી બહાર કાઢી પોતાની સામે ઉભો રાખી કોમળ વાણી વડે બ્રહ્મકુમારે કહ્યું કે હે અધમ! પુત્રીની વિડંબનાના પાપનું આ એક ફળ તે જોયું! હજુ બીજું ફળ પણ ભગવ.કારણકે આટલાથી તે પાપનો નાશ નહીં થાય.” એમ કહી તેના મસ્તકપર નિપુણતાથી એક ઔષધી મૂકીને તે વિપ્રે તેને મર્કટ વાનર) બનાવી દીધે, તે જોઈ આખી સભા આશ્ચર્ય પામી. * પછી લેઢાની સાંકળ મંગાવી તેના ગળામાં નાંખી અને સેવકોને કહ્યું કે “અરે સેવકે ! આ દુષ્ટને આખા નગરમાં હાટેહાટે અને ઘરે ઘરે " તથા ત્રિક ચતુષ્ક વિગેરે સર્વ સ્થળે ફેરવો અને કશાના ઘાતવડે મારી મારીને તેને સીધા કરે.” આ પ્રમાણે તે વિપ્રરૂપ કુમારનું વચન સાંભળી સેવક પુરૂષો તે પ્રકારે કરવાનું અંગીકાર કરી તે મર્કટને લઈને ચાલવા તૈયાર થયા, તેટલામાં પતિની આવી વિડંબના જોઈ દુ:ખી થયેલી કમળા રાણું રેતી રેતી ત્યાં આવી અને કમળપ્રભ રાજા પ્રત્યે બોલી કે “હે મોટા ભાઈ! આવું ભયંકર કાર્ય કરતાં આમને નિવારો. આમ થવાથી લકમાં મને અને તમને લજજા અને અપવાદ આવશે. કારણકે પતિવ્રતા સ્ત્રીઓને અપરાધી પતિ પણ સેવવા લાયક જ છે.” એમ કહી તેણીએ બ્રહ્મવૈશ્રવણને પણ કહ્યું કે “હે વત્સ! મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust