________________ (274) જયાનંદ કેવળી ચરિત્ર. રહિત કરી દીધા અને ઘોડેસ્વારને ઘેડા રહિત કરી દીધા. તેજ પ્રમાણે શીધ્રપણે વિવિધ આયુધવડે તેણે ગજ અને રથ વિગેરેને પણ યોદ્ધાઓ રહિત કર્યો, તેણે ક્યા ક્યા હૈદ્ધાને મસ્તક હાથ અને પગ રહિત ન કર્યા? જેમ વૈદક વિદ્યાને જાણનાર વૈદ્ય પય વસ્તુવડે મનુષ્યને પુષ્ટ બનાવે છે, તેમ તેણે યુદ્ધમાં વેરીસમૂહના પ્રાણવડે યમરાજને પણ પુષ્ટ કર્યો. તેના પર શત્રુના વીરોએ ચક્ર, ગદા, ખ, બાણ અને મુદ્ગર વિગેરે અનેક શસ્ત્રના સમૂહો મૂકયા, પણ તે સર્વે તેના શરીરને રૂના પ્રહાર સરખા લાગ્યા. આ પ્રમાણે આયુધવડે શત્રુના સૈન્યને હણતા એવા તેને ઔષધવડે અસાધ્ય એવા વ્યાધિતુલ્ય જોઈને શત્રુના સુભટો યુદ્ધનો ત્યાગ કરી ત્રાસ પામ્યા. તેથી કેટલાક વનમાં સંતાઈ ગયા, કેટલાક જળાશોમાં પેસી ગયા, કેટલાક સ્ત્રીનું રૂપ ધારણ કરીને રહ્યા, કેટલાક ભાટ ચારણ વિગેરેનું રૂપ કરીને રહ્યા, કેટલાક મુખમાં તૃણ રાખીને રહ્યા, કેટલાક આયુધનો ત્યાગ કરીને રહ્યા, કેટલાક તેને જ શરણે ગયા, કેટલાકે જિનેશ્વરના ચરણનું શરણ કર્યું, તથા કેટલાક શસ્ત્રને ત્યાગ કરી નેકારવાળીને ગ્રહણ કરી શ્રાવકના દંભથી “નમો રિદંતા” એ મંત્રને ઉંચે સ્વરે બોલવા-ગણવા લાગ્યા. આ પ્રમાણે ત્રાસ પામીને વીખરાઈ ગયેલું પિતાનું સમગ્ર સિન્ય જોઈ ક્રોધથી ઉદ્ધત થયેલો પમરથ રાજા પોતે યુદ્ધ કરવા દેડ્યો. તેણે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે “અરે અધમ બ્રાહ્મણ ! તને બ્રાહ્મણ જાણું તારી ઉપેક્ષા કરી, તેથી તે અનાથની જેમ આ સેનાને હણે છે, પરંતુ તે સેનાનો હું નાથ છું, તેથી તને અપરાધીને હવે હું હણું નાખીશ. પરંતુ ભિક્ષુકના શરીર પર પડતા મારા બાણે લજજા પામે છે. તે બટુ (બ્રાહ્મણ) ! હમણું પૃથ્વી પર ઘણે સુકાળ છે, ઘેર ઘેર તને દાણું મળી શકશે, તેથી આ તામ્રપાત્રને ગ્રહણ કર અને સુખે ભિક્ષા માગી ખા. હે અધમ બ્રાહ્મણ! શા માટે પરના કાર્યમાં તું વૃથા મરે છે? રાજાઓમાં નિંદનીય એવી બ્રહ્મહત્યા હું કેમ લઉં ? " આ પ્રમાણે તેના ધિકારથી ક્રોધ પામેલે માયાવિપ્ર બેલ્યો કે–“ હે રાજા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust