________________ (268) જયાનંદ કેવળી ચરિત્ર. : - આવું તેનું વચન સાંભળી ક્રોધ અને માનથી વ્યાપ્ત થયેલ કમળપ્રભ રાજા બોલ્યા કે-“બહુ સારું, બહુ સારૂં, હે દૂત ! સર્વે વક્તાઓમાં તું જ અગ્રેસર છે કે જે તું મારી પાસે પણ આ રીત પષ્ટ થઈને બોલવાની હિંમત ધરે છે, પરંતુ તું તારા સ્વામીને જ સદુપદેશ કેમ આપતું નથી કે જે પમરથ નાસ્તિકપણાએ કરીને ક્ષત્રિય કુળને અત્યંત મલિન કરે છે. તે ક્ષત્રિયની પંક્તિથી બાહ્ય થયેલાને મારે અંતરંગ શી રીતે જાણ? તેની સાથે સ્વજનપણું રાખવું તે તે કુલીન જનને ઉલટું લજજાનું સ્થાન છે. તેવા પાપીને વિષે સુખ સંપત્તિ અને મેટાઈચિરકાળ સુધી રહેતી જ નથી. કહ્યું છે કે-નદીના તટ ઉપર ઉગેલા વૃક્ષની જેમ, સ્ત્રીના હૃદયમાં ગુપ્ત વિચારની જેમ, અને માટીના કાચા ભાજનમાં જળની જેમ પાપી પુરૂષને વિષે લક્ષમી ચિરકાળ રહી શકતી નથી. તેની ઘણું શૂરતા તે કહી તે ઘરને વિષે જ છે, રણસંગ્રામમાં નથી. રણસંગ્રામમાં તે તે પતેજ શક્તિહીન થઈ પોતાની મેળેજ તૃણ સમાન થઈ જશે. તેના સેન્યરૂપી સાગરમાં સાથવાની મુઠી જેવા તે બીજા રાજાઓ હશે, પરંતુ હું તે તેના સિન્યસાગરનું પાન કરનાર વડવાનળ જેવો છું. તે કલમથી ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલે કા ક્ષત્રિય ભય પામે? જે તે પોતે જ રાજ્ય અને જીવિતથી ઉદ્વેગ પામ્યો હોય તો યુદ્ધ માટે તૈયાર થઈને ખુશીથી આવે. મારી બહેન અને ભાણેજનું અપમાન કરવાથી પહેલાં મારે તેને નિગ્રહ તે કરવો જ હતો, પરંતુ તેમાં સ્વજનપણું જ મને વિઘ કરનાર હતું. તે સ્વજનપણાને એશ્વર્યના મદથી મત્ત થયેલો તે પોતે જ લેપતો હોય તો પછી સુધિત થયેલે એ હું ક્ષીર, ધૃત અને સાકરનું ભેજન પામે એમ માનું છું. હે દૂત ! તું અહીંથી જલદી જા, અને મારા વચનથી તારા પ્રભુને કહે કે હું મારી કન્યા કેલના કુળમાં આપવાને જ નથી. તારી ઈચ્છામાં આવે તેમ કર.” આ પ્રમાણે કમળપ્રભ રાજા બોલ્યા એટલે પછી બ્રહ્મવૈશ્રવણે પણ ક્રોધથી કહ્યું કે –“અહા ! રાજાની વાણુને રસ અને અહીં બેઠેલા રાજસુભટેની અદ્દભુત ક્ષમા આશ્ચર્યકારક છે કે જેથી આ દૂત આવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust