________________ (22) જયાનંદ કેવળ ચરિત્ર. પ્રમાણે સમાન સ્થિતિ ને વિચારવાળા તે બન્ને પ્રીતિથી વાત કરતા હતા, તેવામાં ત્યાં વિમળબાહુ નામના ગુરૂ પરિવાર સહિત પધાયો. તે ગુરૂમહારાજ પણ શ્રી આદિનાથને નમસ્કાર કરી તથા સ્તુતિ કરી તે જ મંડપમાં શિષ્યએ પાથરેલા પ્રાસુક કંબલપર બેઠા. તેમને તે બન્નેએ ભક્તિથી વંદના કરી, ત્યારે ગુરૂએ તેમને ધર્મલાભ આપે. પછી તે બને ગુરૂની પાસે બેઠા. એટલે તેમને ગુરૂએ આ પ્રમાણે ધર્મદેશના આપી - “સમગ્ર લમીઓ શરદઋતુના વાદળા જેવી ચપળ છે, જીવિત નદીના પૂર જેવું ક્ષણિક છે અને સર્વ કુટુંબ નટના પેટકની જેમ અસ્થિર છે, તો પછી ધર્મકાર્યમાં કેણું મેહ પામે અથવા પ્રમાદ કરે? વિપત્તિમાં એમનું કઈ શરણરૂપ થતું નથી, સર્વ સ્વજને સ્વાર્થમાં જ તત્પર હોય છે. શરીર પણ અ૫ કાળમાં જ ક્ષય પામે છે, અને સ્ત્રીઓ સ્વભાવથી જ અત્યંત કુટિલ હોય છે. તેથી પરાભવ, ભય અને વિદ્યથી ભરેલા આ સંસારમાં સુખ કયાંથી હોય? સંસારમાં વિષયનું સુખ અતિ અપ છે, તે પણ સ્ત્રી વિગેરેથી સાધી શકાય છે, અને સ્ત્રી તે સર્વે આપત્તિની સખી છે. તેથી તેને વિષે ડાહ્યા પુરૂષે રાગ કરે એગ્ય નથી. પરંતુ નિરંતર સ્થિર અને ઉત્કૃષ્ટ એવા મુક્તિના સુખ ઉપરજ રાગ કરવો ગ્ય છે. તે મુક્તિ સંયમથી જ સાધી શકાય છે, તેથી હે ભવ્ય પ્રાણુઓ! તમે સંયમને અંગીકાર કરે.” * આ પ્રમાણે તે ગુરૂરૂપી ચંદ્રની સંવેગરૂપી અમૃતને વરસાવનારી ચંદ્રિકા જેવી વાણીવડે તે બનેને સંસારની તૃષ્ણથી ઉત્પન્ન થયેલ તાપ શાંત થવાથી તે બન્નેએ તેજ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સંવેગને ધારણ કરતા તે બને મુનિઓ ગુરૂની સાથે વિહાર કરતા, વિવિધ પ્રકારને તપ કરતા, દ્વાદશાંગીને અભ્યાસ કરતા, સિદ્ધ યોગવાળા, પરસ્પર પ્રીતિપૂર્વક સાથે જ રહેવા લાગ્યા. છેવટ આયુષ્ય પૂર્ણ થયે વિધિ પ્રમાણે મનુષ્યના શરીરને ત્યાગ કરી તે બંને સાધમ દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust