________________ (260) જયાનંદ કેવળી ચરિત્ર. શ્રીમતી પણ ભેગમાં જ એક દૃષ્ટિ રાખી સુખેથી રહી. કેટલેક કાળે ફરીથી-તેણીએ પતિને કહ્યું કે-“હે સ્વામી! આ જગતમાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના પુરૂષ હોય છે. તેમાં શ્વસુરના નામથી જે પ્રસિદ્ધ થાય-ઓળખાય તે જઘન્ય કહેવાય છે,પિતાના નામથી પ્રસિદ્ધ થાય–ઓળખાય તે મધ્યમ કહેવાય છે અને પોતાના ગુણથી–નામથી જે પ્રસિદ્ધ થાય તે ઉત્તમ કહેવાય છે. તેથી હે નાથ ! અહીં રહેવાથી તમારી ઉપાર્જન કરેલી સમૃદ્ધિ પણ શ્વસુરના નામથી ઉત્પન્ન થયેલી હોવાથી તે ઉત્તમ કહેવાય નહીં, માટે આપણે તમારા પિતાને ઘેર જઈએ.” આ પ્રમાણે પત્નીનું વચન સાંભળી ધનદેવ બેલ્યો કે–“હે પ્રિયા ! હજીસુધી મને ભાજીના છમકારા સાંભરે છે.” આવું પતિનું વચન સાંભળી તેણીએ પૂછયું કે-“હે પ્રિય! તે છમકારા કેવા?” એટલે તેણે પ્રથમથી પોતાને સર્વ વૃત્તાંત તેણીને કહી સંભળાવ્યું. તે સાંભળીને હાસ્ય અને અવજ્ઞાથી શ્રીમતી બેલી કે–“હે સ્વામી ! આ હકીકત મારી શક્તિ પાસે શી ગણત્રીમાં છે? એથી તમે ભય પામશે નહીં. એ બાબતમાં હું જ તેને પ્રતિકાર કરીશ, માટે શંકા વિના મારી સાથે તમે તમારે ઘેર ચાલી તમને કાંઈ પણ બાધા થશે નહીં.” આ પ્રમાણે પત્નીની વાણીથી અવલંબન પામેલે તે ધનદેવ સાહસને ધારણ કરી સ્વજનની રજા મેળવી પ્રિયા સહિત અનુક્રમે હસંતી નગરીએ આવ્યું, અને તેણે પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે “અહો ! આ પોપટની અવસ્થાવાળો હતો છતાં મૂળ રૂપને શી રીતે પામ્યો?” એમ વિચારતી પ્રથમની બન્ને પ્રિયાએએ તેને જે. પછી બહારથી હર્ષને બતાવતી તે બને સ્ત્રીઓએ ઉભી થઈ, ગરવ સહિત આચમન વિગેરે આપવાવડે તેની ભક્તિ કરી. પ્રિયા સહિત તેને ચિત્રશાળામાં લઈ જઈ આસન પર બેસાડી સ્વાગત (સુખશાતા) ના પ્રશ્નાદિકવડે પતિને ખુશ કર્યો. પછી મેટીસ્ત્રીના કહેવાથી નાનીસ્ત્રી પગ ધોવા માટે નિર્મળ જળ લાવી. અને તે વડે ભક્તિ સહિત તામ્રપાત્રમાં તેના પગ ધોયા. તે જળ ગ્રહણ કરી મટી સ્ત્રીએ મંત્રીને પૃથ્વી પર છાંટયું, એટલે તરત જ તે જળ ચોતરફથી વૃદ્ધિ પામવા લાગ્યું. તે જોઈ તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust