________________ નવમે સર્ગ. * (ર૪૭) તેની સન્મુખ ફેંક્યા, એટલે તે નળીઆરૂ૫ થયા, તે નળીઆઓએ પેલા સપના કકડે કકડા કરી નાંખ્યા. પછી તે નળીઆ જતા રહ્યા. તે જોઈ ચમત્કાર પામેલા અને વિવિધ પ્રકારના વિચારના રસથી વ્યાપ્ત થયેલા મદને વિચાર કર્યો કે-“ચંડાના કોપથી નાશીને તે હું આ પ્રચંડાને શરણે આવ્યું, પરંતુ જે આ પ્રચંડા પણ કઈવાર કેપ પામે તો મારે કોનું શરણું કરવું? પ્રીતિવાળા પતિ પર પણ જે કદાપિ ક્રોધ ન કરે, એવી સ્ત્રી આ જગતમાં મળવી દુર્લભ છે; તે પછી આવી દુષ્ટ સ્ત્રી તે કેમ ક્રોધ ન કરે? માટે રાક્ષસી જેવી આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને હું કોઈ દેશાંતરમાં જ જાઉં, કારણ કે પિતાની કુશળતાને માટે ઉપદ્રવ વાળા રાજ્યને પણ ત્યાગ કરવો પડે છે.” આ પ્રમાણે વિચાર કરી તે મદન એકદા ગુપ્ત રીતે પુષ્કળ ધન ગ્રહણ કરી ઘરમાંથી નીકળી સ્વેચ્છાએ દેશાંતરમાં ચાલ્યા ગયા. કેટલેક દિવસે તે મદન પિતાની સમૃદ્ધિવડે સ્વર્ગને પણ જીતે એવા સંકાશ નામના પુરમાં આવી એક ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠે, તેવામાં ત્યાં આવેલા એક ભાનુદત્ત નામના શ્રેષ્ઠીએ તેને કહ્યું કે-“હે મદન ! તું ભલે આવ્યો, ચાલ, આપણે ઘેર જઈએ.” તે સાંભળી પિતાનું નામ લઈને બેલાવવાથી તે મદન ચિત્તમાં ચમત્કાર પામી તેની સાથે લક્ષ્મીવડે મનહર એવા તેને ઘેર ગયો. શ્રેષ્ઠીએ તેને સ્નાન, ભજન વિગેરે કરાવી પોતાની પુત્રીને આગળ કરી ગૈરવ સહિત કહ્યું કે-“હે મદન ! તું આનું પાણિગ્રહણ કર.” તે સાંભળી તેણે પણ પાકેલા બિંબફળ જેવા ઓષ્ઠવાળી, ચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવા લચ. નવાળી અને રતિથી અધિક રૂપવાળી તે કન્યાને જોઈ આશ્ચર્ય પામી શ્રેષ્ઠીને કહ્યું કે-“તમે મારું નામ શાથી જાણે છે? આટલું બધું ગૈારવ કેમ કરે છે? અને મારું કુળ શીળ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપો છો?” શ્રેણીએ કહ્યું કે-“મારે ચાર પુત્ર ઉપર વિવિધ માનતાથી આ એક વિઘુલતા નામની ઈષ્ટ પુત્રી થઈ છે. પ્રાણુથી પણ અધિક પ્રિય એવી આ કન્યાને મેં સમગ્ર કળાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust