________________ ( 238) જયાનંદ કેવળી ચરિત્ર. અજાણ હોવાથી તેણે આવા અતિશય શોકનું કારણ પૂછયું. તેણે કહ્યું કે-“હે બહેન ! તમારું અકસ્માત અહીં આવવું કેમ થયું ? અને તમે આમ શા માટે રૂદન કરે છે?” ત્યારે તેણીએ પુત્રીને સર્વ વૃતાંત મૂળથી કહી સંભળાવ્યું. તે સાંભળી ખેદથી રાજાના નેત્રમાં પણ અશ્રુ આવ્યા અને કેલધમ બનેવીની તથા ખુશામતીઆ મંત્રી વિગેરેની તેણે નિદા કરી, છેવટે ધીરજ પકડીને સ્નેહથી તેણે બહેનને કહ્યું કે-“હે બહેન ! તમે ખેદ કરશે નહીં. આ બાબતમાં પોતપોતાના કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે સર્વ જીવ કર્મને વશ છે. પંડિત પણ તેને કબજે કરી શક્તા નથી. વળી તે કર્મ જડ હોવાથી વાણીને પણ લાયક નથી; છતાં જે તેને કાંઈ કહેવામાં આવે, તો તે વકતા બોલવાના શ્રમને જ પામે છે-તેનું ફળ કાંઈ નથી. તો પણ અવસર અને ઉપાય પામીને તે રાજાને હું જરૂર શિક્ષા કરીશ, કે જેણે મારી પવિત્ર બહેનને આવી રીતે ગર્વથી અપરાધ કર્યો છે. વળી બહેન ! ચોતરફ શેધ કરાવી મારી ભાણેજને હું ધી લાવીશ, અને બ્રહાશ્રવણ પાસે તેને સજજ કરાવીશ.” તે સાંભળી બ્રહ્મવૈશ્રવણ કોણ છે?” એમ બહેનના પૂછવાથી રાજાએ કુમારને સાજો કરવામાં વિમય અને આનંદ આપનાર તે વેદ્યને સર્વ વૃત્તાંત કહ્યો. ભત્રીજાના સાજા થવાની વાત સાંભળી વિસ્મય પામેલી કમળા સ્નેહથી એ આનંદ પામી કે જેથી પુત્રીનું દુ:ખ પણ તે ભૂલી ગઈ. પછી ભગવતી આદિક રાણીઓએ તે નણંદને ગરવ સહિત પ્રણામ કર્યા, ત્યારે તેણીએ તેમને પ્રેમથી આલિંગન અને આશીર્વાદ આપી પ્રસન્ન કરી. ત્યારપછી કમળપ્રભ રાજા બહેનને સુખાસનમાં બેસાડી પરિવાર સહિત ગોરવ અને મહોત્સવ પૂર્વક પોતાના મહેલમાં લઈ ગયે. ત્યાં પ્રણામ કરતા વિજયસૂર નામના પોતાના ભત્રીજાને સ્નેહથી મસ્તકપર સુધી વિવિધ આશીર્વાદવડે પ્રસન્ન કર્યો. પછી તેણીએ મણિ અને મુકતાફળાદિકવડે તેનું વધામણું કર્યું, અને તેના લૂંછણ કરવા પૂર્વક કુળ અને ભાગ્યાદિકની સ્તુતિ કરી. પછી બ્રહ્માવૈશ્રવણની તેના પરોપકારાદિક ગુણવડે વારંવાર સ્તુતિ કરી તેનું પણ વધામણું . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust