________________ આઠમે સર્ગ. (રરપ ) ભક્તિવાળી, મધુર વાણવાળી અને મારી માતાને અત્યંત વહાલી છે. તેને વિજયસુર નામે પુત્ર છે. તે સુભગને વિષે ઉત્તમ, તેજસ્વી, વિનયવાન, દાતાર અને તેની માતાને અતિ વલ્લભ છે. તેની નાની બહેન કમળસુંદરી નામે છે. તે વય, રૂપ, કળા અને ધર્મ વડે મારા જેવી તથા ગુણવડે અસામાન્ય છે. એકદા તે કમળપ્રભ રાજાએ કઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછયું કે મારે ક પુત્ર મારા રાજ્યને લાયક છે તે કહો.” નૈમિત્તિકે કહ્યું કે “તમારે નાને પુત્ર ગુણવાન છે અને રાજ્યને લાયક છે. તે સાંભળી હર્ષ પામેલા રાજાએ સત્કારપૂર્વક તેને રજા આપી. આ વાત પ્રીતિમતીએ સાંભળી, ત્યારે તેણએ વિચાર કર્યો કે- સર્વ ગુણયુકત ભગવતીને પુત્ર સાજે છતે રેગી એવા મારા પુત્રને રાજ્યની આશા અસંભવિત છે. આ મારા અવિનીત પુત્ર વિષે પહેલેથી જ રાજાનું મન અલ્પ સ્નેહવાળું છે, તેમાં આ નૈમિત્તિકનું વચન ત્રણ ઉપર ક્ષાર નાંખવા જેવું થયું છે. આ રાજા ધર્મિષ્ટ હોવાથી અવસરે પ્રવજ્યા ગ્રહણ કરશે, અને હું તો તેવા પ્રકારની શક્તિ નહીં હોવાથી દીક્ષા લેવા અસમર્થ છું; તેથી તે વખતે સપત્નીના પુત્રને રાજ્યસમૃદ્ધિથી યુક્ત અને પોતાના પુત્રને દુર્ભાગ્યવાન જોઈ મારા ચિત્તમાં શી રીતે ધૃતિ રહેશે? તેથી મારા પુત્રને રાજ્યપ્રાપ્તિમાં વિધ્ધ કરનાર આ સપત્નીના પુત્રને હું કોઈ પણ ઉપાયથી હણું, અથવા તે શત્રુ જેવાને અંગવિકળ કરી નાખું.” આ પ્રમાણે વિચાર કરી મોહથી અંધ થયેલી તે કઈક ચૂર્ણાગાદિકને જાણનારી પાપિષ્ટ કાપાલિકી (લેગિની) ને ઈષ્ટ અન્નાદિક આપી આરાધવા લાગી. એકદા તુષ્ટમાન થયેલી તે કાપાલિકીએ તેણીને કહ્યું કે-“હે સખી ! મારી પાસેથી તું શું ઈચ્છે છે કે જેથી મને આ પ્રમાણે હમેશાં તું પ્રસન્ન કરે છે ? તારે જે પ્રયોજન હોય તે તું કહે. હું તને તે આપીશ.” ત્યારે રાણી બોલી કે-“જે એમ છે તે મારા પુત્રને સપત્ની પુત્રનું શલ્ય છે, તેને તું શીઘ્ર ઉદ્ધાર કર. " તે સાંભળી તે બોલી કે “એ તો સહેજે બને 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust