________________ આઠમો સગે. (ર૩) વિવિધ પ્રકારના ભેગ ભેગવતે સુખે રહેતું હતું. ત્યાં એક વખત ખરાબ સ્વપ્ન આવવાથી તેનું અશુભપણું દૂર કરવા માટે તથા ભાગ્યની પરીક્ષા કરવા માટે ઔષધિવડે આવું રૂપ કરીને હું અહીં આવ્યો છું.” ઈત્યાદિક સ્વપ્નથી આરંભીને સર્વ પોતાનું સત્ય વૃત્તાંત હર્ષ અને સ્નેહના વશથી તેણે તેણીની પાસે કહ્યું. તે સાંભળી રાજપુત્રીના શરીરમાં નો આનંદ ઉલ્લાસ પામ્યો, અને તે બોલી કે હે પ્રિય! જ્ઞાનના સાગરરૂપ તે મુનિનું વચન સત્ય થયું, કારણકે એકદા આ નગરના ઉદ્યાનમાં જ્ઞાનના નિધિ એક ગુરૂ પધાર્યા હતા. તે વાત દાસીના મુખથી સાંભળી મારી માતા મને સાથે લઈ ગુરૂને વાંદવા ગઈ હતી. તેમને નમસ્કાર કરી દેશના સાંભળી મારી માતાએ તેમને પૂછયું હતું કે–“હે પૂજ્ય ! કઈ પણ કર્મના યોગે મને નાસ્તિક પતિને વેગ થયું છે, તે પણ હું અને મારી પુત્રી જૈનધર્મ પાળીએ છીએ; તેથી આ મારી પુત્રીને પતિ કે શું થશે ? કેમકે આની ઉપર તેના પિતાને પ્રેમ ઓછો છે.” ત્યારે મુનિ બોલ્યા કે-“ધર્મના શીળવાળી અને શુભ લક્ષણવાળી આ તારી પુત્રી ભરતાના સ્વામીની માનવા લાયક મહારાણી થશે.” ફરીથી માતાએ પૂછયું-“તે શી રીતે મળશે?” મુનિ બેલ્યા–“આ ઉદ્યાનમાં જે આદિનાથનું ચૈત્ય છે, તેમાં ચશ્કેવરીની પ્રતિમા છે તેની દરરોજ પૂજા કરવાથી સંતુષ્ટ થયેલી તે દેવી એને વરને સંગ કરી આપશે.” તે સાંભળી હર્ષ પામેલી મારી માતા ગુરૂને વંદના કરી ઘેર આવી. ત્યારથી ઉત્તમ સામગ્રીવડે ચક્ટશ્વરી દેવીની હું પૂજા કરવા લાગી. તેથી હું માનું છું કે મારા ભાગ્યથી પ્રેરાયેલી અને મારાપર સંતુષ્ટ થયેલી તે દેવીએજ તમને એવું સ્વપ્ન આપ્યું હશે કે જેથી આપણે સંગ થયે.” તે સાંભળી કુમાર બે –“જૈનધર્મના અનુરાગથી આપ"ણને સર્વ સારું થયું અને હજુ પણ સારૂં થશે. હવે આપણે કઈ ન જાણે તેમ આપણે સ્થાને ચાલ્યા જઈએ. તારા પિતાને શિક્ષા આપ્યા વિના હું મારું સ્વરૂપ પ્રગટ કરવા ઈચ્છતો નથી. અપરાધ આવ્યા વિના તેને શિક્ષા કરવી તે યોગ્ય નથી; અને હમણું તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust